સલમાનને અપાયું છોકરીઓની તસવીરોનું આલબમ
મુંબઈ, 15 ઑક્ટોબર : કલર્સના બહુચર્ચિત શો બિગ બૉસ શરૂ થયે એક સપ્તાહ થઈ ગયું છે અને પોતાના વાયદા પ્રમાણે બિગ બૉસ લોકો સામે પોતાની શાલીનતા જાળવી રાખતાં આગળ વધી રહ્યાં છે તો બીજી બાજુ આવનાર ફિલ્મોના પ્રમોશન માટે પણ બિગ બૉસના મંચનો જોરશોરથી ઉપયોગ થઈ રહ્યો છે. આ જ ક્રમમાં નિર્માતા-દિગ્દર્શક કરણ જૌહરે પણ પોતાની આવનાર ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરનું પ્રમોશન કરવા બિગ બૉસમાં પહોંચ્યાં.

કરણ સાથે તેમની આખી સ્ટાર કાસ્ટ આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હતાં. સૌએ મળી જોરદાર મસ્તી કરી સેટ ઉપર. સલમાન ખાન સાથે કરણે ટૉવેલ ડાંસ કર્યો, તો જતાં-જતાં સલમાન ખાનને એક આલબમ પણ ગિફ્ટ કરવામાં આવ્યું. તેમાં અપરીણિત છોકરીઓની તસવીરો હતી. આ આલબમ આપતી વખતે કરણ જૌહરે જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે આ સુંદર કન્યાઓમાંથી સલમાન ખાન કોઈ એકને પસંદ કરી લે કે જેથી તેઓ પણ લગ્નગ્રંથિથી જોડાઈ જાય. કારણ કે તેમના લગ્નની ઉંમર હવે પસાર થતી જાય છે. કરણની ફિલ્મ 19મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.












Click it and Unblock the Notifications
