કૅટનો બદલો લેતા સલમાન, રણબીરની મજાક ઉડાવી

મુંબઈ, 16 ઑક્ટોબર : બિગ બૉસ જે ઇચ્છે, તે કહે છે અને તેઓ જે ઇચ્છે, તેવું જ થાય છે. અમે વાત કરી રહ્યાં છીએ કલર્સ ચૅનલના રિયલિટી શો બિગ બૉસના બૉસ સલમાનની. સલમાને બિગ બૉસમાં અત્યાર સુધી પોતાના ફૅન્સને બહુ મજા કરાવી છે. ભલે આ સીઝનમાં બિગ બૉસના ઘરમાં આવેલા સ્પર્ધક લોકોને કંઈ ખાસ ન ગમ્યાં હોય, પણ સલમાન ખાન દર વરસની જેમ આ વર્ષે પણ લોકોનો ભરપૂર મનોરંજન કરી રહ્યાં છે. સાથે જ આ વર્ષે તો તેઓ પોતાની એક્સ ગર્લફ્રેન્ડ્સને પણ બહુ યાદ કરી રહ્યાં છે અને તેમના અંગે ઘણી મજાક પણ કરી રહ્યાં છે. તે સાંભળી દર્શકો પણ પોતાને હસતા નથી રોકી શકતાં. કૅટરીના કૈફ અને ઐશ્વર્યા રાય બાદ હવે સલમાને કૅટની હાલ સૌથી વધુ નજીક પહોંચી ગયેલાં રણબીર કપૂર ઉપર નિશાન તાક્યો છે. તાજેતરમાં જ સલમાને બિગ બૉસમાં રણબીરની ફિલ્મ બેશરમની ધજ્જીઓ ઉડાવી છે.

salman-ranbir
સલમાન ખાને તાજેતરમાં જ બિગ બૉસ શોના એપિસોડમાં વૉર છોડ ના યાર ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે જોરદાર મસ્તી કરી. તેમણે શરમન જોશી અને જાવેદ જાફરીને પૂછ્યું કે તેમની ફિલ્મને કેવો રિસ્પૉન્સ મળી રહ્યો છે. જવાબમાં જાવેદે જણાવ્યું કે દર્શકો તરફથી તો બહુ સારો પ્રતિસાદ મળ્યો છે, પણ ક્રિટિક્સ તરફથી માત્ર સારો મળ્યો છે. તે અંગે સલમાને મજાકમાં જણાવ્યું કે ક્રિટિક્સ તરફથી ક્યારેય બહુ સારો રિસ્પૉન્સ મળ્યો છે ખરો? જવાબમાં શરમન બોલ્યાં - નહીં. ખેર, ટેલીવિઝન પર તો આટલું જ દર્શાવાયું, પણ હકીકતમાં આના પછી શરમને જણાવ્યું કે જ્યારે 3 ઈડિયટ્સ રિલીઝ થઈ હતી, ત્યારે ક્રિટિક્સે ફિલ્મને 3 સ્ટાર્સ જ આપ્યા હતાં, પણ ફિલ્મ સુપર ડુપર હિટ રહી હતી.

આ પછી તો સલમાન ખાને જણાવ્યું - મને તો ક્રિટિક્સ પાસેથી આટલું પણ નથી મળતું. સલમાન ખાન આગળ બોલ્યાં - તાજેતરમાં બેશરમ ફિલ્મ પણ રિલીજ થઈ છે અને તેને ક્રિટિક્સે પૂરા 1.5 સ્ટાર્સ આપ્યાં, પણ જ્યારે ફિલ્મનું બૉક્સ ઑફિસ કલેક્શન સામે આવ્યું, તો તેમણે તેમાંથી 1 સ્ટાર ખસેડી લીધું. સલમાનની આ કૉમેંટ સાથે સૌ હસવા લાગ્યાં અને સલમાને ઇનડાયરેક્ટલી રણબીર કપૂરને સંભળાવી દીધું અને આઇનો પણ દાખવી દીધો. ખેર, આ તો સલમાન ખાન છે. તેઓ કોઈને પણ નિશાન બનાવી શકે છે અને મજાક ઉડાવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X