BIGG BOSS 12: ટીવી પર નહીં દેખાય સલમાન ખાન, ચોંકી જશે ફેન્સ

સલમાન ખાનના શો બિગ બોસ 12ને લઈ ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ વખતે વીક એન્ડ એપિસોડમાં ટીવી સ્ક્રીન પર સલમાન ખાન નહીં દેખાય.

સલમાન ખાનના શો બિગ બોસ 12ને લઈ ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ વખતે વીક એન્ડ એપિસોડમાં ટીવી સ્ક્રીન પર સલમાન ખાન નહીં દેખાય. બિગ બોસની અત્યાર સુધીની દરેક સિઝનમાં આકર્ષણ વીક એન્ડ એપિસોડનું જ રહ્યું છે. જેમાં સલમાન ખાન કન્ટેસ્ટન્ટને સાચું ખોટું શું છે તે જણાવે છે. આ એપિસોડના રેટિંગ પણ સૌથી વધુ હોય છે. પરંતુ હવે સલમાન ખાન ટીવી પર નહીં દેખાય.

પરંતુ આ વખતે વીક એન્ડ પર તમામ કન્ટેસ્ટન્ટની ક્લાસ તો લેવાશે પરંતુ 'મી ટીવી’ દ્વારા નહીં સીધા જ ક્લાસરૂમમાં. 'વીક એન્ડ કા વા’ પર ઘરના સભ્યો ક્લાસરૂમ જેવા જ લોકેશનમાં બેસશે.

ત્યાં જ સામે બ્લેકબોર્ડ પર સ્ક્રીન લાગેલી હશે, જેના દ્વારા સલમાન ખાન બિગ બોસના તમામ કન્ટેસ્ટન્ટ સાથે મુલાકાત કરતા દેખાશે. જ્યાં કન્ટેસ્ટન્ટને સજાની સાથે સાથે ઈનામ પણ મળશે. બેસ્ટ સ્ટુડન્ટની પણ પસંદગી થઈ શકે છે.

એટલે કે સરવાળે આ વખતે બિગ બોસ 12માં ફૂલ એન્ટરટેઈનમેન્ટ હશે. ફેન્સ માટે આ સિઝન મોટી સરપ્રાઈઝ સાબિત થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે બિગબોસના આ તમામ કન્ટેસ્ટન્ટને સલમાન ખાન ક્યારેય મળવા નથી ઈચ્છતા...

કુશાલ ટંડન

કુશાલ ટંડન

કુશાલે બિગ બોસ સિઝન 7માં વીજે એન્ડીને ધક્કો માર્યો હતો. જે બાદ સલમાન સાથે તેમની બોલાચાલી થઈ હતી. અને તેને ઘરથી બહાર કાઢી નખાયા હતા.

આકાશદીપ સહેગલ

આકાશદીપ સહેગલ

‘બિગ બોસ' સીઝન 5ના કન્ટેસ્ટન્ટ આકાશદીપ સહગલે સલમાન ખાન પર આરોપ લગાવ્યો હતો કે સલમાને તેમની કરિયર પતાવી દીધી. જણાવી દઈએ કે શો દરમિયાન આકાશદીપ અને સલમાન વચ્ચે મતભેદ થયા હતા. આકાશદીપનું કહેવું છે કે સલમાન ક્યારેય તે ઝઘડો ભૂલી ન શક્યા.

ઈમામ સિદ્દીકી

ઈમામ સિદ્દીકી

બિગ બોસ 6ના સ્પર્ધક રહેલા ઈમામ સિદ્દીકીને પણ સલમાન ખાન સાથે બોલાચાલી થઈ હતી. સલમાન ખાને ઈમામને પોતાની સાથે યોગ્ય વર્તન કરવા ચેતવણી આપી હતી.

પ્રિયંકા જગ્ગા

પ્રિયંકા જગ્ગા

પ્રિયંકા જગ્ગાએ પણ પોતાની મર્યાદા તોડી હતી. જે બાદ સલમાન સાથે પણ ગેરવર્તણૂંક કરી હતી. ખરાબ વર્તનને કારણે તેને ઘરની બહાર કાઢી મૂકાઈ હતી.

ઓમ સ્વામી

ઓમ સ્વામી

બિગ બોસમાં ઓમ સ્વામીના ખરાબ વર્તનથી સલમાન ખાન પરેશાન હતા. તેમને પણ ઘરમાંથી કાઢી મૂકાયા હતા.

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના

સલમાન ખાનને લઈને બાકીના સ્પર્ધકોએ કરિશ્મા તન્નાની મજાક કરી તો કરિશ્મા નારાજ થઈ ગઈ અને રડવા લાગી. આ જોઈને સલમાન ખાન ચોંકી ઉઠ્યા હતા અને શોમાંથી વોકઆઉટ કર્યો હતો . જો કે હવે સલમાન અને કરિશ્મા વચ્ચે કોઈ નારાજગી નથી.

સપના ભવનાની

સપના ભવનાની

બિગ બોસની સિઝન 6માં કન્ટેસ્ટન્ટ તરીકે આવેલી સપના ભવનાનીએ સલમાન ખાન સાથે શોમાં સંખ્યાબંધ વખત ઝઘડો કર્યો. બંને વચ્ચે ઘણીવાર બોલાચાલી થઈ. તેમણે કહ્યું હતુ કે તે સલમાન ખાનથી ડરતી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X