બિગ બૉસ 7 : સલમાનની જીભે કેમ ચડ્યું ઐશનું નામ?

મુંબઈ, 7 ઑક્ટોબર : બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન અને વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય વચ્ચેના અફૅરની વાતો આજે પણ ફિલ્મી શેરીઓમાં ભીડ એકઠી કરી દે છે. લોકો આજે પણ બંને સ્ટાર્સ વચ્ચે પ્રેમનાના ગરમાવાને દિલથી અનુભવે છે, પણ સમયના પૈડાની વધતી ઝડપે બંનેને એટલા દૂર લાવીને ઊભા કરી નાંખ્યા છે કે હાલમાં નથી સલમાન ખાન અને નથી ઐશ્વર્યા રાય એક-વીજા વિશે વાત કરે છે અને પરસ્પર કોઈ ટીકા-ટિપ્પણી પણ નથી કરતાં.

aish-salman

આજે ઐશ્વર્યા રાય ખૂબ જ વ્હાલા માતા, આદર્શ વહુ તથા કૅરિંગ વાઇફ છે. આજે તેઓ ઐશ્વર્યા રાય બચ્ચન છે કે જે પોતાના ભૂતકાળને છોડી બહુ આગળ નિકળી ચુક્યાં છે, તો બીજી બાજુ સલમાનની જિંદગી પણ કૅટરીના કૈફ અને લુલિયામાંથી પસાર થઈ પુનઃ વીરાન થઈ ગઈ છે, પણ લોકોને આશ્ચર્ય ત્યારે થયું કે જ્યારે કલર્સના વિવાદાસ્પદ શો બિગ બૉસ 7માં શુક્રવારે રિલીઝ થયેલ એપિસોડમાં સલમાનની જીભે ઐશ્વર્યાનું નામ ચડી આવ્યું અને તે પણ બે વખત.

સલમાન ખાન શોના સ્પર્ધક શિલ્પાને કહી બેસ્યાં કે તેઓ ઘણા બધા ઐશ્વર્યા રાયને મળતા આવે છે કે જેથી કદાચ અપૂર્વાએ તેમને સાથી લગ્ન કર્યાં. જેવું સલમાનના મોઢે ઐશનું નામ નિકળ્યું કે શોના લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયાં. બીજી વાર જ્યારે સલમાને ઐશનું નામ લીધું, ત્યારે તેઓ ઐશ્વર્યા રાય આગળ બચ્ચન લગાવવનું નહીં ભુલ્યાં અને આ વખતે ઐશ્વર્યા બચ્ચન બોલતાં પોતે જ હસી પડ્યાં.

ખેર, સલમાને શિલ્પાની સરખામણી ઐશ સાથે કરી કોઈ ગુનો તો નથી જ કર્યો, પણ કહેનારા કહે છે કે સલમાન ખાન પોતે પણ આજ સુધી ઐશ્વર્યા રાયને ભુલાવી શક્યાં નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X