બિગ બૉસ 7 : સલમાન ડબલ રોલમાં, શ્રીસંત પણ દેખાશે!

મુંબઈ, 23 જુલાઈ : કલર્સ ટીવીના સૌથી ચર્ચિત અને વિવાદાસ્પદ રિયલિટી શો બિગ બૉસ સીઝન 7નો સળવળાટ શરૂ થઈ ગયો છે. દરેક વખતની જેમ આ વખતે પણ આ શો સમ્પૂર્ણ ક્લેવર સાથે લોકો સામે આવવાની તૈયારી કરી રહ્યો છે. આ વખતે પણ આ શો સલમાન ખાન જ હોસ્ટ કરશે, પણ આ વખતે આપને શોમાં એક નહિં, પણ બે સલમાન ખાન નજરે પડશે.

મળતી માહિતી મુજબ બિગ બૉસ 7 શોમાં સલમાન ખાન ડબલ રોલમાં હશે, તો બીજી બાજુ સ્પર્ધકોની યાદીમાં કોઈ ખુલાસો હજી સુધી નથી થયો, પણ જેનું નામ સૌથી ઉપર છે, તે છે ક્રિકેટર એસ. શ્રીસંત. જોકે હજી અધિકૃત પુષ્ટિ નથી થઈ, પણ બિગ બૉસ વિવાદાસ્પદ સેલિબ્રિટીઓના કારણે જાણીતો રહ્યો છે, તેથી આઈપીએલ સ્પૉટ ફિક્સિંગમાં સપડાયેલા શ્રીસંતના આવવાની પુરતી શક્યતાં છે કે જેઓ હાલ જામીન ઉપર જેલની બહાર છે. નોંધનીય છે કે બિગ બૉસ 6 ઉર્વશી ધોળકિયા જીત્યા હતાં.

આવો જોઇએ બિગ બૉસ 7ની પ્રારંભિક તસવીરી ઝલક :

સલમાનનો ડબલ રોલ

સલમાનનો ડબલ રોલ

બિગ બૉસ 7માં સલમાન ખાન ડબલ રોલમાં દેખાશે. એક રોલમાં તેઓ સારા સ્વરૂપે અને બીજા રોલમાં ખરાબ સ્વરૂપે દેખાશે.

રીયલ રોલમાં સલમાન

રીયલ રોલમાં સલમાન

કહે છે કે સલમાન આ વખતે પોતાના જીવન સાથે સંબંધિત કેટલીક બાબતોને પણ શોમાં શૅર કરશે.

ફની સલમાન

ફની સલમાન

સલમાનનો સારો સ્વરૂપ બતાવશે કે સારાઈના પગલે લોકોને સ્વર્ગ પ્રાપ્ત થશે. સલમાન શોમાં ફની રોલ પણ ભજવશે.

સલમાન છે ટીઆરપી

સલમાન છે ટીઆરપી

બિગ બૉસ 4, 5, 6 અને 7માં હોસ્ટ કરવા જઈ રહેલા સલમાન ખાન જ આ શોની ટીઆરપી છે.

શ્રીસંત દેખાઈ શકે

શ્રીસંત દેખાઈ શકે

બિગ બૉસ 7માં વિવાદાસ્પદ ખેલાડી શ્રીસંત પણ નજરે પડી શકે છે. જોકે હજી પુષ્ટિ નથી થઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X