‘શૈતાન’માં ચમકશે આઈપીએલ સ્પૉટ ફિક્સિંગ
મુંબઈ, 8 જૂન : ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ ટૂર્નામેંટ દરમિયાન તાજેતરમાં જ ઉજાગર થયેલ સ્પૉટ ફિક્સિંગ કેસને ધ્યાનમાં રાખી ક્રાઇમ સીરિયલ શૈતાન : ઍ ક્રિમિનલ માઇંડમાં એક એપિસોડ અપહરણ, ખંડણી તથા હત્યાથી ગુંથાયેલ મૅચ ફિક્સિંગની વાર્તા પર આધારિત હશે.

મનોરંજન ટેલીવિઝન ચૅનલ કલર્સ ઉપર પ્રસારિત થતી આ સીરિયલ સત્ય ઘટના પર આધારિત છે અને તેમાં એક એપિસોડ આઈપીએલ સ્પૉટ ફિક્સિંગનો રાખવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ સ્પૉટ ફિક્સિંગ આધારિત આ એપિસોડ આજે પ્રસારિત થશે કે જેમાં બે યુવાન ખેલાડીઓની વાર્તા હશે. તેમાં સટ્ટો હાર્યા બાદ સટ્ટાબાજને ભારે રકમ પરત કરવા માટે બંને યુવાનો સટ્ટાબાજના ભત્રીજાનું અપહરણ કરી લે છે અને પછી પકડાઈ જવાની બીકે તેની હત્યા કરી દે છે. આ શ્રેણી રજૂ કરનાર અભિનેતા શરદ કેલકરે જણાવ્યું - આ પ્રકારની વાર્તાઓ દ્વારા અમે દર્શકોને પરિસ્થિતિઓ અંગે સમાજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી તેઓ જીવનના વિવિધ પાસાઓ પ્રત્યે વધુ સજાગ રહે.












Click it and Unblock the Notifications
