'શક્તિ'ની હિરોઇન રૂબિના રિયલ લાઇફમાં છે સુપર હોટ!

Written By:
Subscribe to Oneindia News

આજકાલની ટીવી અભિનેત્રીઓ પણ હવે બોલિવૂડના રસ્તે ચાલી દિવસે ને દિવસે વધુ બોલ્ડ થતી જાય છે. ટીવી સિરિયલ છોટી બહુથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી રૂબિના દિલેકે થોડા દવિસ પહેલાં જ પોતાનો બિકીની વાળો એક ફોટો ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર મુક્યો હતો, જે ખૂબ વાયરલ થયો હતો.

ટીવી પડદે રૂબિના મોટેભાગે ટ્રેડિશનલ અને એથનિક વેરમાં જોવા મળે છે, પરંતુ પોતાની રિયલ લાઇફમાં તે ઘણી ફેશનેબલ છે. તે આ પહેલાં પણ પોતાના હોટ અવતારની ઝલક સોશિયલ મીડિયા પર આપી ચૂકી છે.

છોટી બહુ

છોટી બહુ

ટીવી સિરિયલ 'છોટી બહુ'થી ઓળખ પ્રાપ્ત કરનાર રૂબિના હાલ 'શક્તિ-અસ્તિત્વ કે એહસાસ કી' માં જોવા મળે છે. આ શો હાલ ટીવીની દુનિયાનો સૌથી પોપ્યૂલર શો છે. રૂબિનાએ આ સિવાય સાસ બિના સસુરાલ, પુનર્વિવાહ-એક નઇ ઉમ્મીદ, દેવોં કે દેવ મહાદેવ(સીતા તરીકે), જીની ઔર જુજુ અને નચલે વે વિથ સરોજ ખાનમાં પણ કામ કર્યું છે. બિગ બોસ 10માં પણ તે જોવા મળી હતી.

એવોર્ડ્સ

એવોર્ડ્સ

રૂબિનાને તેની સિરિયલ છોટી બહુ માટે ફેવરિટ બેટી(ઝી રિશ્તે એવોર્ડ્સ-2010) અને ફેવરિટ જોડી(ઝી રિશ્તે એવોર્ડ્સ-2011) એમ બે એવોર્ડ્સ મળ્યા છે. વર્ષ 2015માં તેને બેસ્ટ ટેલિવિઝન એક્ટ્રેસનો દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2016માં તેને સિરિયલ શક્તિ માટે બેસ્ટ એક્ટ્રેસ ડ્રામા જ્યૂરીનો આઇટીએ એવોર્ડ મળ્યો હતો.

બોલ્ડ અંદાજ

બોલ્ડ અંદાજ

રૂબિના દિલેક ટીવી સિરિયલની સાથે જ પોતાના હોટ અને બોલ્ડ અંદાજ માટે પણ જાણીતી છે. ગત વર્ષની ઇસ્ટર્ન આય ના ટોપ 50 સેક્સિએસ્ટ એશિયન વુમનના લિસ્ટમાં રૂબિનાને 26મા નંબરનું સ્થાન પ્રાપ્ત થયું હતું. રૂબિના પોતાના ઘણા હોટ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને આ કારણે તેની ટીવી પડદા કરતાં આખી અલગ જ છાપ ઉપસી આવી છે. રૂબિના બોલ્ડ અને ટ્રેડિશનલ બંન્ને અવતાર ખૂબ સારી રીતે કેરી કરી શકે છે.

હાર્ટબ્રેક બાદ વધુ મજબૂત બની રૂબિના

હાર્ટબ્રેક બાદ વધુ મજબૂત બની રૂબિના

ઉલ્લેખનીય છે કે, રૂબિના દિલેક પોતાના છોટી બહુ સિરિયલના કો-સ્ટાર અવિનાશ સચદેવને ઘણા લાંબા સમયથી ડેટ કરી હતી. થોડા સમય પહેલાં જ તેનું અવિનાશ સાથે બ્રેક અપ થયું હતું. આ અંગે વાત કરતાં તેણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ એક્સપિરિયન્સ અને હાર્ટબ્રેક પછી હું ઘણી વધારે સ્ટ્રોંગ બની છું. ત્યારે મને એ વાતનો અંદાજ નહોતો, પરંતુ હવે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું તો લાગે છે કે મારી લાઇફના એ ખરાબ દિવસોએ જ મને એક વધુ સારી વ્યક્તિ બનવામાં મદદ કરી છે. હાલ રૂબિના ટીવી એક્ટર અભિનવ શુક્લાને ડેટ કરી રહી છે.

બ્રેકઅપ પછી પણ છીએ સારા મિત્રો

બ્રેકઅપ પછી પણ છીએ સારા મિત્રો

પોતાના પાસ્ટ રિલેશનશિપ અંગે વાત કરતાં રૂબિનાએ આગળ જણાવ્યું હતું કે, હું અને અવિનાશ હજુ પણ એકબીજા સાથે વાતો કરીએ છીએ. અમે ખૂબ સમજાદારીથી અને સમજી-વિચારીને આ સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યુ હતું અને એ પછી પણ અમે મેચ્યોર એડલ્ટની જેમ એકબીજા સાથે વાતો કરીએ છીએ.

English summary
Shakti actress Rubina Dilaik stuns in a bikini. She posted a photo in bikini on her official instagram account.
Please Wait while comments are loading...