સુપરહોટ એક્ટ્રેસ, ક્યારેક કરવા માંગતી હતી આત્મહત્યા!

Written By:
Subscribe to Oneindia News

એક્ટ્રેસ શમા સિકંદર તો સૌને યાદ જ હશે. ટીવી સિરિયલ 'યે મેરી લાઇફ હે'થી લોકપ્રિયતા મેળવનાર આ એક્ટ્રેસ થોડા દિવસ પહેલા જ ફરી ચર્ચામાં આવી છે. શમાના ચર્ચામાં આવવા પાછળનું કારણે છે, તેનું લેટેસ્ટ હોટ બિકિની ફોટોશૂટ. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર શમાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. શમાની સુંદર તસવીરો અને અને તેની લાઇફ અંગેની ચટપટી વાતો જાણવા માટે આગળ વાંચતા રહો..

37 વર્ષીય એક્ટ્રેસ

37 વર્ષીય એક્ટ્રેસ

જી હા, આ એક્ટ્રેસ 37 વર્ષની છે, પરંતુ તેનો ફોટો જોઇને આ વાત માની શકાય એમ નથી. શમા આજે પણ ખૂબ યંગ અને સુંદર લાગે છે. તે અનેક ટીવી સિરિયલ અને ફિલ્મોમાં જોવા મળી છે. આટલી લોકપ્રિય હોવા છતાં તેણે 5 વર્ષ પહેલાં પોતાની જિંદગીથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

શા માટે કર્યો આત્મહત્યાનો પ્રયાસ?

શા માટે કર્યો આત્મહત્યાનો પ્રયાસ?

આ અંગે વાત કરતાં તેણે ટીઓઆઇને જણાવ્યું હતું, 'મને લોકો સાથે વાતો કરવું નહોતું ગમતું. મને મારી લાઇફ બોરિંગ લાગતી અને હું મારી જાતને પણ પસંદ નહોતી કરતી. મેં સરખી રીતે ખાવા-પીવાનું પણ છોડી દીધું હતું. લાઇફમાં બધુ પરફેક્ટ હોવા છતાં મને આવું થઇ રહ્યું હતું. આની પાછળ જવાબદાર હતી એક બિમારી.'

એક્સ બોયફ્રેન્ડે ઓળખી કાઢી બિમારી

એક્સ બોયફ્રેન્ડે ઓળખી કાઢી બિમારી

'મારો એક્સ-બોયફ્રેન્ડ એલેક્સ સાઇકોલોજીનો સ્ટુડન્ડ હતો. તેણે મારામાં બાયપોલર ડિસઓર્ડરના લક્ષણો જોયા અને ડૉક્ટરની સલાહ લેવા જણાવ્યું. પરંતુ ત્યારે મેં એની વાત ન માની, હું બસ મારી જિંદગી ખતમ કરી નાંખવા માંગતી હતી. આથી એક દિવસ મેં મારી માતાને ગુડ નાઇટ વિશ કર્યા બાદ આત્મતહત્યાનો પ્રયાસ કર્યો હતો. મેં ઘણી બધી સ્લીપિંગ પિલ્સ ખાઇ લીધી અને સુતા પહેલા મારી બેંક ડિટેઇલ્સ મારા ભાઇને મેસેજ કરી.'

આ રીતે બચ્યો જીવ

આ રીતે બચ્યો જીવ

'મારો મેસેજ જોઇ મારો ભાઇ ગભરાઇ ઉઠ્યો, એણે તાત્કાલિક મારા મમ્મીને ફોન કર્યો અને લગભગ ત્રણ કલાકની અંદર મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એ લોકોએ મારો જીવ બચાવ્યો એ માટે હું મારા પરિવાર પર ગુસ્સે હતી. હું મરી જવા માંગતી હતી અને નવા રૂપ સાથે ફરી આ દુનિયામાં આવવા માંગતી હતી.'

દવાઓની સાથે ધ્યાનથી મળી મદદ

દવાઓની સાથે ધ્યાનથી મળી મદદ

પોતાની રિવકવરીના દિવસોને યાદ કરતાં શમાએ કહ્યું કે, 'મારા પેરેન્ટ્સ આખા ફેઝ દરમિયાન સતત મારી સાથે રહ્યા હતા. પ્રોપર મેડિકેશન અને મેડિટેશને કારણે મેં જિંદગીને નવી દ્રષ્ટિએ જોવાનું શરૂ કર્યું. મને નાની નાની વાતોમાં આનંદ મળવા લાગ્યો. મને મારી આ વાત લોકોને જણાવવામાં કોઇ વાંધો નથી, આનાથી લોકોને મદદ મળી શકે છે. લોકોએ એ સમજવાની જરૂર છે કે, જીવનમાં દુઃખી કે બોર થવું ખૂબ નોર્મલ છે, આવી બિમારી કોઇને પણ થઇ શકે છે અને જ્યારે આવું કંઇ થાય ત્યારે તેનો ઇલાજ ખૂબ જરૂરી છે.'

English summary
Tellywood actress Shama Sikander's latest bikini shoot would kill you!
Please Wait while comments are loading...