નચ બલિયે 6 : કેમેસ્ટ્રી ઉપર ખાસ નજર રાખશે શિલ્પા

મુંબઈ, 26 ઑક્ટોબર : ફરી એક વાર ડાન્સ રિયલિટી શો નચ બલિયે આવવા માટે તૈયાર છે. શોના જજ ફરી એક વાર શિલ્પા શેટ્ટી જ છે અને તેઓ કહે છે કે તેઓ શોમાં નિષ્પક્ષ રહેવાની કોશિશ કરશે, પરંતુ તેમનું ધ્યાન સૌથી વધુ શોના સ્પર્ધકો વચ્ચેની કેમેસ્ટ્રીમાં રહેશે.

નચ બલિયે 6 શો અંગે ગઈકાલે પ્રેસ કૉન્ફરંસ યોજવામાં આવી. આ પ્રસંગે હાજર શોના બીજા જજ સાજિદ ખાને જણાવ્યું કે તેઓ ડાન્સ ઉપરાંત મનોરંજન ઉપર પણ નજર રખશે, તો ત્રીજા જજ કોરિયોગ્રાફર ટેરેંસ લુઇસ કહે છે કે તેઓ આ વખતે બહુ કડક થનાર છે, કારણ કે તેઓ ડાન્સની ટેક્નિક્સ ઉપર ધ્યાન આપશે. શોમાં આ વખતે ગુરમીત ચૌધરી, ઋત્વિક ધનજાની, બ્રુના અબ્દુલ્લા, રાજૂ શ્રીવાસ્તવ પોત-પોતાના સાથીઓ સાથે નજરે પડશે.

નચ બલિયે 6 શોનું પ્રસારણ આવતા મહીને સ્ટાર પ્લસ ચૅનલ ઉપર થવાની શક્યતા છે. શો અંગે ઉત્સાહિત ગુરમીત ચૌધરી પોતાના પત્ની દેબીના સાથે નજરે પડશે. તેમણે જણાવ્યું કે અમે પહેલી વાર સાથે ડાન્સ કરશું અને મને વિશ્વાસ છે કે દર્શકો પસંદ કરશે. હું ઝલક દિખલા જા જીતી ચુક્યો છું. લોકો જાણે છે કે હું ડાન્સમાં સારો છું. તેઓ જરૂર મારી પાસે નવી આશાઓ કરી રહ્યાં છે કે જે એક પડકાર છે.

આવો આપને બતાવીએ નચ બલિયે 6 શોની પ્રેસ કૉન્ફરંસ પ્રસંગની તસવીરો :

નચ બલિયે 6ની ટીમ

નચ બલિયે 6ની ટીમ

નચ બલિયે 6ની પ્રેસ કૉન્ફરંસમાં હાજર જજિસ અને તમામ સ્પર્ધકોની સમૂહ તસવીર.

સાજિદ-શિલ્પા-ટેરેંસ

સાજિદ-શિલ્પા-ટેરેંસ

નચ બલિયે 6ના ત્રણ જજો સાજિદ ખાન, શિલ્પા શેટ્ટી તથા ટેરેંસ લુઇસ પ્રેસ કૉન્ફરંસમાં હાજર હતાં.

બ્રુના-ઉમર

બ્રુના-ઉમર

નચ બલિયે 6માં આ વખતે બ્રુના અબ્દુલ્લા પોતાના બૉયફ્રેન્ડ ઉમર ફારુક સાથે ભાગ લઈ રહ્યાં છે.

કનિષ્કા-અંકુર

કનિષ્કા-અંકુર

નચ બલિયે 6ની વધુ એક જોડી કનિષ્કા મહેશ્વરી અને તેમના પતિ અંકુર ઘઈ.

રાજૂ-શિખા

રાજૂ-શિખા

નચ બલિયે 6ના સ્પર્ધકોમાં રાજૂ શ્રીવાસ્તવ તથા તેમના પત્ની શિખાનો પણ સમાવેશ થાય છે.

ગુરમીત-દેબિના

ગુરમીત-દેબિના

નચ બલિયે 6ની વધુ એક જોડી ગુરમીત ચૌધરી અને દેબિના બૅનર્જી પ્રેસ કૉન્ફરંસ દરમિયાન પરફૉર્મ કરતી નજરે પડે છે.

વિનોદ-રક્ષા

વિનોદ-રક્ષા

નચ બલિયે 6ની વધુ એક જોડી વિનોદ ઠાકુર અને તેમના પત્ની રક્ષા. (પ્રેસ કૉન્ફરંસની વધુ તસવીરો જોવા ક્લિક કરો)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X