સિદ્ધાર્થ સાથેના રિલેશન પર બોલી શિલ્પા શિંદેઃ મારપીટ કરતા, આપી હતી એસિડ ફેંકવાની ધમકી

ટીવીના જાણીતા ચહેરા સિદ્ધાર્થ શુક્લ વિશે ટીવી અભિનેત્રી અને બિગ બૉસની વિનર રહી ચૂકેલી શિલ્પા શિંદેએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

બિગ બૉસ 13 ખતમ થયા બાદ શોના વિનર સિદ્ધાર્થ શુક્લા વિશે ચોંકાવનારા ખુલાસા થયા છે. એક તરફ જ્યાં તેમની જીતને ફિકસ્ડ ગણાવીને તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા ત્યાં બીજી તરફ હવ તેમની અંગત જિંદગી વિશે પણ સનસનીખેજ ખુલાસા થઈ રહ્યા છે. ટીવીના જાણીતા ચહેરા સિદ્ધાર્થ શુક્લ વિશે ટીવી અભિનેત્રી અને બિગ બૉસની વિનર રહી ચૂકેલી શિલ્પા શિંદેએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સિદ્ધાર્થ સાથે રિલેશનની વાચ વિશે શિલ્પાએ એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારા ખુલાસા કર્યા.

સિદ્ધાર્થ શુક્લા સાથે અફેર

સિદ્ધાર્થ શુક્લા સાથે અફેર

ટીવી અભિનેત્રી અને બિગ બૉસ 11ની વિનર શિલ્પા શિંદેએ સિદ્ધાર્થ શુક્લા વિશ્ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા. શિલ્પાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન સિદ્ધાર્થ સાથે પોતાની રિલેશનશિપની વાત સ્વીકારી. વળી, સિદ્ધાર્થ શુક્લાના ગુસ્સાનો ઉલ્લેખ કરીને તેને એગ્રેસિવ ગણાવ્યો. તેણે કહ્યુ કે તેના અને સિદ્ધાર્થ વચ્ચેના રિલેશન ઘણી મુશ્કેલીઓથી ભરેલા હતા. બંને વર્ષ 2011માં એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

સિદ્ધાર્થ પર લગાવ્યો મારપીટનો આરોપ

સિદ્ધાર્થ પર લગાવ્યો મારપીટનો આરોપ

શિલ્પાએ બિગ બૉસ 13ની ફાઈનલ પહેલા પણ સિદ્ધાર્થના સ્વભાવ વિશે ખુલાસા કર્યા હતા. તેણે કહ્યુ કે તે સિદ્ધાર્થને ડેટ કરી ચૂકી છે પરંતુ તેમનુ રિલેશન ખૂબ જ મુશ્કેલીભર્યુ હતુ. શિલ્પાએ સિદ્ધાર્થ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો. શિલ્પાએ કહ્યુ કે સિદ્ધાર્થ ગાળાગાળી કરતા અને મારપીટ કરતા હતા. તેણે સિદ્ધાર્થ સાથેની વાતચીતનો એક ઑડિયો પણ લીક કર્યો હતો જેમાં સિદ્ધાર્થને ખરુ-ખોટુ કહી રહ્યો હતો.

ચહેરા પર એસિડ ફેંકવાની આપી હતી ધમકી

ચહેરા પર એસિડ ફેંકવાની આપી હતી ધમકી

એક ઈન્ટરવ્યુ દરમિયાન શિલ્પાએ કહ્યુ કે સિદ્ધાર્થનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો અને ખરાબ છે. તેણે કહ્યુ કે સિદ્ધાર્થે તેના પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. પોતાના રિલેશન વિશે જણાવતા શિલ્પાએ કહ્યુ કે સિદ્ધાર્થ પઝેસિવ હતા. જો હું ક્યારેક તેનો ફોન ન ઉઠાવુ તો તે ગાળાગાળી કરવા લાગી જતા હતા. અશ્લીલ કમેન્ટ કરતા. શિલ્પાએ કહ્યુ કે જો ક્યારેક હું સવાલ પૂછી લેતી તો તે મારપીટ કરવા લાગતા હતા.

ચાલતી ગાડીમાંથી ફેંકવાની ધમકી

ચાલતી ગાડીમાંથી ફેંકવાની ધમકી

શિલ્પાએ કહ્યુ કે સિદ્ધાર્થ જેટલા ખરાબ બની શકતા હતા તેટલા ગંદા સ્તરે પહોંચીને ગાળાગાળી અને મારપીટ કરતા હતા. શિલ્પા આ રિલેશનથી બહાર નીકળવા ઈચ્છતી હતી પરંતુ તેણે કહ્યુ કે જ્યારે મે આવી કોશિશ કરી તો સિદ્ધાર્થે મને ધમકી આપી કે મને છોડીને બતાવ હું તારા મોઢા પર એસિડ ફેંકી દઈશ. શિલ્પાએ કહ્યુ કે સિદ્ધાર્થે તેને ચાલતી ગાડીમાંથી ફેંકવાની ધમકી આપી ત્યારબાદ તે શાંત ન બેઠી અને તેણે સિદ્ધાર્થ સામે પોલિસ ફરિયદ કરી. તેની માને આ વાત જણાવી અને કહ્યુ કે તે આ બાબત બહુ આગળ સુધી લઈ જશે. તેણે સિદ્ધાર્થની માને પોતાના દીકરાને રોકવા માટે કહ્યુ.

સિદ્ધાર્થ શો જીતવાને કાબિલ નહિ

સિદ્ધાર્થ શો જીતવાને કાબિલ નહિ

શિલ્પાએ કહ્યુ કે સિદ્ધાર્થ જેવા વ્યક્તિએ બિગ બૉસ 13 ન જીતવુ જોઈએ. શિલ્પાએ કહ્યુ કે જો શોના મેકર્સ અને બિગ બૉસની ક્રિએટીવ ટીમ સિદ્ધાર્થ જેવા વ્યક્તિને શો જીતાડતા હોય તો તે પોતાની બિગ બૉસ 11ની ટ્રોફી પાછી આપવા માટે તૈયાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X