Pics : નૉન-ગ્રેજ્યુએટ ‘તુલસી’ને ‘બા’ના આશીર્વાદ

મુંબઈ, 29 મે : દેશના નવા માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની એફિડેવિટ તથા તેમની શૈક્ષણિક લાયકાત અંગે ભલે દેશમાં હોબાળો મચ્યો હોય, પરંતુ આ તમામ બાબતોથી પર સ્મૃતિના ફૅન્સ તેમને તેમની સફળતા ઉપર અભિનંદન જ પાઠવી રહ્યાં છે. સ્મૃતિને શુભેચ્છા આપનાર લોકોમાં તેવા લોકોનો પણ સમાવેશ થાય છે કે જે સ્મૃતિની સૌથી લોકપ્રિય સીરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી સાથે જોડાયેલા હતાં.

હા જી, અમે વાત કરી રહ્યાં છીએ અભિનેત્રી સુધા શિવપુરીની કે જેમણે સ્મૃતિ ઈરાની સાથે ટેલીવિઝન સીરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહૂ થીમાં કામ કર્યુ હતું. સીરિયલમાં સ્મૃતિ ઈરાની તુલસી, તો સુધા શિવપુરી તેમના દાદી સાસુ એટલે કે બાના પાત્રમાં હતાં. સુધાએ પોતાના રીલ પૌત્રવધુ તુલસી એટલે કે સ્મૃતિને પોતાના આશીર્વાદ તથા શુભેચ્છાઓ મોકલ્યાં છે.

ચાલો તસવીરો સાથે જોઇએ નૉન-ગ્રેજ્યુએટ તુલસીને બાના આશીર્વાદની વિગત :

મુંબઈમાં રહે છે બા

મુંબઈમાં રહે છે બા

રંગમંચ તથા ફિલ્મ સાથે નિસ્બત ધરાવતાં સુધા શિવપુરી મુંબઈમાં રહે છે.

સ્વસ્થ છે બા

સ્વસ્થ છે બા

સુધા શિવપુરી ડિસેમ્બર-2013માં સખત બીમાર થઈ ગયા હતાં. તેમને બે માસ સુધી હૉસ્પિટલે પણ રહેવુ પડ્યુ હતું. હાલ તેઓ સ્વસ્થ છે, પરંતુ શ્વાસ નળીનું ઑપરેશન થયા બાદ તેઓ વધુ વાત નથી કરી શકતાં.

વહાલી તુલસી

વહાલી તુલસી

ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી સીરિયલમાં તુલસી એટલે કે સ્મૃતિ ઈરાનીની દરેક મુશ્કેલીમાં તેમનો સાથ એકમાત્ર બા એટલે કે સુધા શિવપુરી જ આપતા હતાં. તુલસી બાની સૌથી વહાલી પૌત્રવધુ હતી.

કેન્દ્રીય મંત્રી તુલસી

કેન્દ્રીય મંત્રી તુલસી

ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી સીરિયલ બંધ થયા બાદ સ્મૃતિ ઈરાની 2003માં ભાજપમાં જોડાઈ ગયાં અને આજે તેઓ માનવ સંસાધન વિકાસ મંત્રી છે.

સમર્પિત, મહેનતુ મહિલા

સમર્પિત, મહેનતુ મહિલા

સુધા કહે છે - સ્મૃતિ સમર્પિત, મહેનતુ અને ધ્યાન રાખનાર મહિલા છે. તેઓ ખૂબ જાગૃત છે.

મણિબેન ડૉટ કૉમ

મણિબેન ડૉટ કૉમ

સુધા શિવપુરી અને સ્મૃતિ ઈરાની મણિબેન ડૉય કૉમ સીરિયલમાં પણ સાથે કામ કરી ચુક્યાં છે.

વાંચનના શોખીન સ્મૃતિ

વાંચનના શોખીન સ્મૃતિ

સુધાએ જણાવ્યું - સ્મૃતિ સેટ ઉપર કાયમ કંઇક ને કંઇક વાંચતા જ રહેતા હતાં.

ખુશ છે બા

ખુશ છે બા

સુધા શિવપુરી એટલે કે બા સ્મૃતિ ઈરાની એટલે કે તુલસીની સફળતાથી બહુ ખુશ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X