તુમ્હારી પાખીને અવાજ આપતા સુનિધિ ચૌહાણ
મુંબઈ, 29 ઑક્ટોબર : જાણીતા પાર્શ્વ ગાયિકા સુનિધિ ચૌહાણે આગામી ટેલીવિઝન કાર્યક્રમ તુમ્હારી પાખીનું શીર્ષક ગીત રેકૉર્ડ કરી લીધું છે. તેમણે જણાવ્યું કે હસરતો અંગે વાત કરતાં આ ગીતને ગાઈને મજા પડી.
શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા નાબા બિધાન પર આધારિત તુમ્હારી પાખી કાર્યક્રમ પોતાના પ્રેમીના પરત ફરવાની રાહ જોતી પાખીની આસપાસ ગુંથાયેલી છે. સુનિધિએ જણાવ્યું - ગીત આરઝૂ અંગે છે અને સુંદર રીતે લખાયું છે. મને આ ગીત ગાતા ખૂબ આનંદ થયો. આ ગીતમાં મિશ્ર લાગણીઓ છે.સુનિધિ ચૌહાણે જણાવ્યું - ગીત પાખીના દૃષ્ટિકોણથી છે. તે પોતાના સાચા પ્રેમ અંશુમનની છેલ્લા ઘણા વર્ષોથી રાહ જોઈ રહી છે. પ્રિંસ જેવી ફિલ્મો માટે ગીત લખનાર સચિન ગુપ્તાએ આ ગીત માટે સંગીત આપ્યું છે. શશિ સુમિત પ્રોડક્શન્સના બૅનર હેઠળ નિર્મિત તુમ્હારી પાખી ટેલીવિઝન સીરિયલ આગામી 11મી નવેમ્બરથી લાઇફ ઓકે ચૅનલ ઉપર પ્રસારિત થવાની છે. સીરિયલમાં ઇકબાલ ખાન તથા શ્રદ્ધા આર્ય મુખ્ય ભૂમિકાઓમાં છે.













Click it and Unblock the Notifications
