જાણો 2013માં નાના પડદે કોની રહી બોલબાલા?
મુંબઈ, 23 ડિસેમ્બર : વર્ષ 2013 બસ થોડાક જ દિવસનું મહેમાન છે. આ વર્ષે જતા-જતા મનોરંજન જગતને ઘણુ બધુ આપ્યું, તો તે અનેકોને પોતાની સાથે પણ લઈને જઈ રહ્યું છે. ટેલીવિઝન કૅનવાસે આ વર્ષ એક મિશ્ર પ્રત્યાઘાત સાથે નોંધાશે. ટીવીની દુનિયામાં પણ આવર્ષે ઘણા સારા પ્રયોગો થયા કે જેમાં કેટલાંક સફળ પણ રહ્યાં, તો બીજી બાજુ અનેક વિવાદો પણ ઊભા થયાં.
આજે અમે આપની સામે એવા કેટલાંક શોનું સરવૈયુ લઈને આવ્યાં છીએ કે જે આપને બતાવશે કે આ વર્ષે કોણ રહ્યો ટેલીવિઝન ઉપરનો હીરો અને કોણ રહ્યું ઝીરો. એક ખાસ આપને જણાવી દઇએ કે આ વખતે ટેલીવિઝન ઉપર સાસુ-વહુ સીરિયલની બોલબાલા રહી છે કે જેથી અને ચૅનલો ઉપર એક સરખા જ શો જોવા મળ્યાં.
એક ડેલી ન્યુઝ સર્વેના જણાવ્યા મુજબ વર્ષ 2013માં સૌથી વધુ લોકોએ ટેલીવિઝન ઉપર કૉમેડી શો પસંદ કર્યાં કે જેથી કલર્સનો હિટ શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ ટૉપ ઉપર છે, તો સોનીનો ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિ દરેક દર્શક વર્ગની પસંદગી પામ્યો.
નીચેની સ્લાઇડ્સ ફેરવીને જાણો કે વર્ષ 2013માં નાના પડદે કોની રહી બોલબાલા :

બેસ્ટ સીરિયલ
દીયા ઔર બાતી હમ

હિટ સીરિયલ
કૉમેડી નાઇટ્સ વિથ કપિલ

બેસ્ટ જોડી
કપિલ-ગુત્થી (કૉમેડી નાઇટ્સ વિથ કપિલ)

બેસ્ટ બહૂ
આનંદી (બાલિકા વધુ)

બેસ્ટ દીકરો
શિવ (બાલિકા વધુ)

સૌથી મધુર સાસુ
કોકિલા (સાથ નિભાના સાથિયા)

સૌથી ખડૂસ સાસુ
ભાભો (દીયા ઔર બાતી હમ)

સૌથી ક્રૂર વહુ
ચારૂ (સપને સુહાને લડકપન કે)

બેસ્ટ પિતા
ભૈરવ (બાલિકા વધુ)

સૌથી વ્હાલી માતા
શૈલ (સપને સુહાને લડકપન કે)

સર્વશ્રેષ્ઠ વિલન
અંજલિ (ઇસ પ્યાર કો ક્યા નામ દૂં એક બાર ફિર)

સૌથી રસપ્રદ સીરિયલ
ક્રાઇમ પેટ્રોલ (સોની ટીવી)

સૌથી બોરિંગ સીરિયલ
ઉતરન (કલર્સ)

સૌથી લોકપ્રિય રિયલિટી શો
કૌન બનેગા કરોડપતિ (સોની ટીવી)

ચટપટો રિયલિટી શો
બિગ બૉસ 7

સૌથી બકવાસ રિયલિટી શો
ધ બૅચલરેટ મેરે ખ્યાલોં કી મલિકા












Click it and Unblock the Notifications
