ટીવી પર Hot, પણ ફિલ્મોમાં Flop રહી આ અભિનેત્રીઓ!
મુંબઈ, 11 જુલાઈ : એક સમયે નાના પડદાના કલાકારો માત્ર નાના પડદે જ સંકોચાઈને રહી જતા હતાં, પરંતુ બદલાતા સમયની સાથે નાના પડદાના કલાકારો ધીમે-ધીમે મોટા પડદે એટલે કે ફિલ્મો તરફ વળ્યા અને ઘણાંને સફળતા પણ મળી, પરંતુ એવા પણ કલાકારો છે કે જેમણે ટેલીવિઝન ઉપર તો ખૂબ ધૂમ મચાવી, પણ ફિલ્મોમાં પોતાની સફળતાનો જલવો જાળવી ન શક્યાં.
આજે આપણે વાત કરીશું એવી અભિનેત્રીઓની કે જેઓ નાના પડદે તો ધૂમ મચાવવામાં સફળ નિવડી, પણ વાત જ્યારે મોટા પડદાની આવી, તો મોંના બળે પડી ભાંગી. આવી ટીવી અભિનેત્રીઓની યાદી બહુ લાંબી છે, પરંતુ તેમાં મુખ્યત્વે સંગીતા ઘોષ, શ્વેતા સાલ્વે, મંદિરા બેદી અને પ્રાચી દેસાઈ વિગેરેનો સમાવેશ કરી શકાય.
બૉલીવુડમાં હાલમાં પણ નાના પડદાના અનેક કલાકારો ભાગ્ય અજમાવી રહ્યાં છે. આજે જ રિલીઝ થયેલી હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મ દ્વારા સિદ્ધાર્થ શુક્લાએ મોટા પડદે એન્ટ્રી મારી છે, તો સુરવીન ચાવલા અને જય ભાનુશાળી જેવા નાના પડદાના સ્ટાર્સ હેટ સ્ટોરી 2 ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરવા જઈ રહ્યાં છે.
ખેર, હાલ તો આપ જુઓ એવી ટીવી અભિનેત્રીઓ કે જે બૉલીવુડ અભિનેત્રીઓ ન બની શકી :

મોના સિંહ
જસ્સી જૈસી કોઈ નહીં સીરિયલ દ્વારા મોનાએ અભિનય ક્ષેત્રે એન્ટ્રી કરી હતી, પરંતુ ફિલ્મોમાં તેઓ ચાલી ન શક્યાં.

પ્રાચી દેસાઈ
કસમ સે ગર્લ પ્રાચી દેસાઈએ રૉક ઑન ફિલ્મમાં દિગ્દર્શકમાંથી હીરો બનેલા ફરહાન અખ્તર સાથે કૅરિયર શરૂ કર્યું. ફિલ્મોમાં અભિનેત્રીના રોલ ભજવ્યા બાદ પણ તેઓ આજે સફળ અભિનેત્રી નથી.

કામ્યા પંજાબી
બિગ બૉસ ફૅમ કામ્યા પંજાબી તો હજી સુધી નાના પડદે જ ઓળખ સ્થાપવામાં સફળ થયા નથી.

પૂર્વી જોશી
ટીવી શો કૉમેડી સર્કસના એંકર પૂર્વી જોશીના ફિલ્મી રોલ્સ દર્શકો ફગાવી દીધાં.

સુમોના ચક્રવર્તી
કૉમેડિયન કપિલ શર્માના પત્નીના પાત્ર દ્વારા ફેમસ સુમોના ચક્રવર્તી ફિલ્મોમાં નાના-મોટા રોલ કરી ચુક્યાં છે.

રૂચા ગુજરાતી
ભાભી અને બારિશ જેવી સીરિયલોમાં કામ કરી ચુકેલા રૂચા ગુજરાતી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે તો લોકપ્રિય રહ્યાં, પણ અભિનેત્રી તરીકે નહીં.

શ્વેતા તિવારી
બિગ બૉસ ફૅમ શ્વેતા તિવારી ફિલ્મોમાં આયટમ સૉંગ સુધી મર્યાદિત છે. મોટા પડદે કોઈ ખાસ ધમાલ ન મચાવી શક્યાં.

રોશની ચોપરા
રોશની ચોપરા કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યા બાદ નાના પડદે પરત ફર્યા છે.

ઉર્વશી ધોળકિયા
ટીવીના લૅડી વિલન તથા ફિલ્મોના આયટમ ગર્લ ઉર્વશી ધોળકિયા બૉલીવુડમાં કંઇ ખાસ ઉકાળી શક્યા નથી.

પંક્ષી બોહરા
તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યા બાદ પંક્ષી બોહરાએ નાના પડદે કિતની મસ્ત હૈ જિંદગી દ્વારા પોતાની ઓળખ બનાવી છે.

સાક્ષી તંવર
બડે અચ્છે લગતે હૈં દ્વારા ટીઆરપી હાસલ કરનાર સાક્ષી તંવરના ખાતે નાના પડદે ઘર ઘર કી કહાની જેવી સફળતાનો ભૂતકાળ પણ છે, પરંતુ ફિલ્મોમાં લીડ રોલથી તેઓ હજીય દૂર છે.

મંદિરા બેદી
ટીવી એક્ટ્રેસ મંદિરા બેદી એટલે કે શાંતિએ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે દ્વારા મોટા પડદે કિસ્મત અજમાવી હતી, પરંતુ તેઓ પછી પણ સાઇડ રોલ જ કરતા રહ્યાં.

સંજીદા શેખ
બાગબાન તથા જાની મસ્તાનામાં થોડાક સીનમાં દેખાયેલા સંજીદા શેખ હવે નાના પડદે ધૂમ મચાવી રહ્યાં છે.

આમના શરીફ
કહીં તો હોગા ફૅમ આમનાને લીડ રોલ તો મળ્યો, પણ સુંદર ચહેરો હોવા છતાં તેઓ હિટ અભિનેત્રીઓની યાદીમાં જોડાઈ ન શક્યાં.

જુહી પરમાર
કુમકુમ ફૅમ જુહી પરમારે મોટા પડદે કામ કર્યું, પણ હવે તો તેઓ નાના પડદાથી પણ ગાયબ થઈ ગયા છે.

શ્વેતા સાલ્વે
દિલ તો બચ્ચા હૈ જી તથા રામલીલા ફિલ્મોમાં શ્વેતાને નાનકડા રોલ મળ્યાં કે જે નોંધનીય પણ નહોતાં.

ગૌહર ખાન
બિગ બૉસ ફૅમ ગૌહર ખાન નાના પડદે સારી ભૂમિકાઓ ભજવી રહ્યાં છે, પણ મોટા પડદે હજી તેમનો ઇંતેજાર થઈ રહ્યો છે. કોઈ નિર્માતા-દિગ્દર્શકે હાલ તેમનો હાથ થામ્યો નથી.

સુરવીન ચાવલા
નાના પડદાના કલાકાર સુરવીન ચાવલા અગલી તથા હિમ્મતવાલા જેવી ફ્લૉપ ફિલ્મો બાદ હવે હેટ સ્ટોરી 2માં લીડ રોલમાં આવી રહ્યાં છે.

કાશ્મીરા શાહ
કાશ્મીરા શાહ પણ નાના પડદે ધૂમ મચાવ્યા બાદ બૉલીવુડ ફિલ્મોમાં ચમકી ચુક્યાં છે, પણ તેઓ નિષ્ફળ જ રહ્યાં છે.

અનીતા હસનંદાણી
અનીતા હસનંદાણી પણ ફિલ્મોમાં ભાગ્ય અજમાવી ચુક્યા છે, પણ....

કરિશ્મા તન્ના
કરિશ્મા તન્ના નાના પડદાના હીરોઇન હતાં અને તેઓ ગ્રાન્ડ મસ્તી જેવી સફળ ફિલ્મના ભાગ પણ રહ્યાં, પરંતુ સફળતાની ક્રેડિટ તેમને કોણ આપે?

કૃતિકા કામરા
નાના પડદાના વધુ એક કલાકાર કૃતિકા કામરા પણ ફિલ્મોમાં ખાસ ઉકાળી શક્યા નથી.

મુનમુન દત્તા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ખાસ યૂએસપી બબીતા ઉર્ફે મુનમુન દત્તા પણ એક ફિલ્મમાં કામ કરી ચુક્યાં છે, પણ તેઓ નાના પડદે જ હિટ છે.













Click it and Unblock the Notifications
