For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાપતા વિમાન MH370 પર સ્પેશિયલ ટીવી કાર્યક્રમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 એપ્રિલઃ લાપતા મલેશિયન વિમાન એમએચ 370 પર આધારિત એક કલાકનો વિશેષ કાર્યક્રમ ફ્લાઇટ ‘370: ધ મિસિંગ લિંક્સ' ટૂંક સમયમાં જ પ્રસારિત થવાનો છે. જેમાં ઉડ્ડયન અને સુરક્ષા વિભાગ સાથે જોડાયલા વિશેષજ્ઞ પોત પોતાના અભિપ્રાય અને વિમાન લાપતા થવા અંગે પ્રશ્નો ઉઠાવશે.

mh370
આ કાર્યક્રમ 220 રાષ્ટ્રો અને ક્ષેત્રોના ડિસ્કવરી ચેનલ પર આગામી 21 એપ્રિલે પ્રસારિત કરવામાં આવશે. ગત આઠ માર્ચે કુઆલાલંપુરથી મોડી રાત્રે ઉડાન ભર્યાના એક કલાક બાદ લાપતા થયેલું એમએચ 370 વિમાને વિશ્વભરમાં ખલબલી મચાવી દીધી. એક નિવેદન અનુસાર, ‘ ફ્લાઇટ 370: ધ મિસિંગ લિંક્સ' કાર્યક્રમમાં આ ક્ષેત્ર સાથે જોડાયેલા વિશેષજ્ઞોને બોલાવીને ચર્ચા કરવામાં આવશે કે આખરે ઉડાન દરમિયાન વિમાનનું ભટકાઇ જવું, સાક્ષ્ય વિશ્લેષણ, વૈશ્વિક વિમર્શ અને ભવિષ્યમાં ફરીથી કોઇ વિમાનને રહસ્યમય રીતે લાપતા થતું રોકવા સહિતના મુદ્દા પર વાત કરવામાં આવશે.

કાર્યક્રમમાં સૌથી પહેલા સાત પક્ષો, હવાઇમથકની સુરક્ષા, હવાઇ યાતાયાત નિયંત્રણ, વિમાન દૂરસંચાર પ્રણાલી, મશીની ખરાબી, રડાર અને ઉપગ્રહ સંપર્ક, આંતરરાષ્ટ્રીય સહયોગ તથા બ્લેકબોક્સ અંગે વાતચીત કરવામાં આવશે.

English summary
"Flight 370: The Missing Links", a one-hour special TV programme, will bring together foremost thinkers in aviation and security to explore key questions surrounding the disappearance of the lost Malaysia Airlines flight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X