ઉર્વશી ધોળકિયા બિગ બોસ 6ની વિજેતા

urvashi-dholakia-bigg-boss-6-winner
મુંબઇ, 13 જાન્યુઆરી : દેશના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 6માં શેર પર સવાશેર કોણ સાબિત થશે તેના સસ્પેન્સનો અંત આવ્યો છે. બિગ બોસ 6ના વિજેતાનું પરિણામ આવી ગયું છે. જેમાં ગુજરાતી અભિનેત્રી ઉર્વશી ધોળકિયા વિજેતા બની છે.

કલર્સ ચેનલ પરથી પ્રસારિત થતા અને હંમેશા વિવાદાસ્પદ રહેલા રિયાલિટી ટીવી શો બિગ બોસ 6ની આવૃત્તિમાં જાણીતી ગુજરાતી ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયાએ બાજી મારીને વિજેતાનો તાજ મેળવ્યો છે. જ્યારે વિવાદોથી ઘેરાયેલો રહેલો ઈમામ સિદ્દિકી બીજા નંબર પર રહ્યો છે.

મુંબઇમાં શનિવારે યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં ઉર્વશીએ તેનાં નજીકનાં હરીફ સિદ્દિકીને હરાવીને રૂપિયા 50 લાખનું ઈનામ જીતી લીધું હતું. ઉલ્લેખનીય છે કે ઉર્વશી ધોળકિયા ટીવી સિરિયલ જેવી કે 'કસૌટી ઝિંદગી કી'માં તેનાં 'કોમોલિકા' નામનાં ટીવી પાત્રને કારણે ઘર-ઘરમાં જાણીતી થઈ હતી.

આ શોના હોસ્ટ સલમાન ખાને ઉર્વશીને ટ્રોફી અને ઈનામ એનાયત કર્યા હતા. કલર્સ ચેનલે સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ ઈમામ સિદ્દિકીને રૂપિયા 10 લાખનું ઇનામ આપ્યું હતું. ફાઈનલની રેસમાં સામેલ થયેલી મોડેલ-એક્ટ્રેસ સના ખાન ત્રીજા નંબર પર અને મોડેલ નિકેતન મધોક ચોથા નંબર પર રહ્યો. બિગ બોસ હાઉસમાં છેલ્લે આ ચાર જણ જ બાકી રહી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, 'બિગ બોસ' ટીવી શૉમાં આ સતત ત્રીજી વાર મહિલા સ્પર્ધક વિજેતા બની છે. આ પહેલાં 'બિગ બોસ 4'માં શ્વેતા તિવારી અને 'બિગ બોસ 5'માં જૂહી પરમાર વિજેતા બની હતી.

ઉર્વશી તેને વિજેતા જાહેર કરાઈ ત્યારે પોતાની લાગણીઓને અંકુશમાં રાખી શકી નહોતી. જોડિયા પુત્રોની માતા ઉર્વશીએ વિજેતા બનવા અંગે કહ્યું કે "મારાં સરળ સ્વભાવને કારણે હું આ શો જીતી શકી છું. હાઉસનાં અન્ય રહેવાસીઓ મને સ્વીકારે એ માટે મેં મારી જાતને બદલવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. મેં ક્યારેય ધાર્યું નહોતું કે હું છેક સુધી ટકી શકીશ અને જીતી શકીશ. મારાં સરળ સ્વભાવે મને જિતાડવામાં મદદ કરી. આ શોએ મને મારી કારકિર્દીમાં આગળ વધવાની મોટી તક આપી છે."

ઉર્વશી 'બિગ બોસ 6' શો ગત 1 ઓક્ટોબરથી શરૂ થયો ત્યારથી બિગ બોસ હાઉસમાં હતી. ઈમામ પહેલાં 'પડોશી હાઉસ'માં હતો અને બાદમાં બિગ બોસ હાઉસમાં શિફ્ટ થયો હતો. આ શોની શરૂઆતમાં 14 સ્પર્ધકો હતા અને બાદમાં આંકડો વધીને 19 થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X