વિજેન્દ્ર સિંહે પણ બિગ બૉસમાં આવવાનો કર્યો ઇનકાર
મુંબઈ, 6 ઑક્ટોબર : ફરી એક વાર બિગ બૉસને બકવાસ શો ઠરાવાઈ દેવાયો છે. આ વખતે આ શો ઉપર ટિપ્પણી કરી છે ભારતના સ્ટાર બૉક્સર વિજેન્દ્ર સિંહે. વિજેન્દ્રે ફેસબુક પર લખ્યું છે કે તેઓ બિગ બૉસ 6માં નથી આવી રહ્યાં. આવી તમામ વાતો અફવાહ છે. તેઓ આવા પ્રકારના બકવાસ શોનો ભાગ ન બની શકે. જે લોકો આ સમાચાર ફેલાવી રહ્યાં છે તેમનો ભગવાન જ માલિક છે.

ાપને જણાવી દઇએ કે બિગ બૉસ 6 માટે બૉક્સર વિજેન્દ્ર કુમારનું નામ પણ લેવાઈ રહ્યું હતું. આ અગાઉ હૉસીવુડ કિમ કાર્દશિયને ટ્વિટર પર લખ્યુ હતું કે તેઓ બિગ બૉસ 6માં નથી આવી રહ્યાં. તેમના અંગે ખોટી અફવાહ ફેલાવાઈ રહી છે. કિમ પછી કવિ કુમાર વિશ્વાસે પણ ફેસપુક પર રસપ્રદ અંદાજમાં લખ્યુ હતું, ‘નહીં મુઝ પર ભી જો ખુદ કી, ખબર વો હૈં જમાને પર, મૈં હઁસતા હૂઁ તો હંગામા, મૈં રોતા હૂઁ તો હંગામા..!'
નોંધનીય છે કે બિગ બૉસ સીઝન 6ની શરુઆત રવિવારે એટલે કે 7મી ઑક્ટોબરે કલર્સ ઉપર રાત્રે નવ વાગ્યે થનાર છે. આ શોનું પ્રસારણ દર રોજ રાત્રે નવ વાગ્યે થશે. શોના હોસ્ટ સલમાન ખાન છે.












Click it and Unblock the Notifications
