લાપતાગંજમાં હવે નહિં સંભળાય સુરીલાના સુર
મુંબઈ, 21 મે : ટેલીવિઝન સીરિયલ લાપતાગંજમાં હવે સુરિલીના સુર નહિં સાંભળવા મળે. સીરિયલમાં સુરિલી તરીકે એક મૂંગી છોકરીની ભૂમિકા ભજવનાર પ્રીતિ અમીનનું કહેવું છે કે તેઓ લાપતાગંજની બીજી આવૃત્તિમાં કામ નહિં કરે.

હિન્દીના જાણીતા વ્યંગ્ય લેખક શરદ જોશીની વાર્તાઓ પર આધારિત લાપતાગંજ સીરિયલ સબ ટીવી ઉપર આવતી હતી કે જે કેટલાંક વખતથી બંધ થઈ ગઈ હતી. તેની નવી સીઝન 10મી જુલાઈથી પુનઃ શરૂ થઈ રહી છે.
લાપતાગંજ સીરિયલમાં સુરિલીનો રોલ ભજવતાં પ્રીતિ અમીને જણાવ્યું - મેં લાપતાગંજમાં સુરિલીનો રોલ અઢી વર્ષ સુધી કર્યો અને હવે મને લાગે છે કે હું તેની પુરતી મજા લઈ ચુકી છું. લાપતાગંજ 2માં હવે હું કામ નહીં કરું અને તે અંગે મને કોઈ અફસોસ પણ નથી.
નોંધનીય છે કે પ્રીતિ અમીન તાજેતરમાં જ ઝી ટીવી પર પ્રસારિત થતી મિસિસ કૌશિક કી પાંચ બહુએં સીરિયલમાં દેખાયા હતાં અને ટુંકમાં જ દિલ કી નઝર સે... ખૂબસૂરત સીરિયલમાં દેખાવાનાં છે.












Click it and Unblock the Notifications
