યુવિકા ચૌધરી હશે નવી મહાભારતમાં દ્રૌપદી?
મુંબઈ, 5 જુલાઈ : સ્ટાર પ્લસ ઉપર ટુંકમાં જ શરૂ થનાર પૌરાણિક સીરિયલ મહાભારતમાં દ્રૌપદીના રોલ માટે અનેક જાણીતા ચહેરાઓ ઉપર વિચાર કરવામાં આવી રહ્યું છે. દરમિયાન અભિનેત્રી યુવિકા ચૌધરીની પસંદગી દ્રૌપદીના રોલ માટે કરાઈ હોવાના સમાચાર છે.

મહાભારત ટુંકમાં જ સ્ટાર પ્લસ ઉપર શરૂ થનાર છે. સ્ટાર પ્લસ ટેલીવિઝન ચૅનલના એક સૂત્રે જણાવ્યું કે દ્રૌપદીના પાત્ર માટે જે નામો ઉપર વિચારણા ચાલી રહી છે, તેમાં બૉલીવુડ અભિનેત્રીઓ રિયા સેન તથા સયાલી ભગતનો પણ સમાવેશ થાય છે. જોકે યુવિકા ચૌધરી અંગે શક્યતાઓ વધુ દેખાઈ રહી છે.
નોંધનીય છે કે યુવિકા ચૌધરી 2004માં ઝી સિને સ્ટાર કી ખોજ શો દ્વારા પહેલી વાર નાના પડદે દેખાયા હતાં. તે પછી તેમણે અસ્તિત્વ સીરિયલમાં કામ કર્યુ હતું. યુવિકાએ ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પણ દસ્તક આપી હતી.












Click it and Unblock the Notifications
