હવે લાઈવ જોઈ શકશો કોમેડી કિંગ કપિલ શર્માના લગ્ન, જાણો કેવી રીતે?

કપિલના લગ્નને યુટ્યુબ પર લાઈવ જોઈ શકાશે જેના માટે મુંબઈથી ટીમ જલંધર પહોંચી ગઈ છે.

કોમેડીના બાદશાહ કપિલ શર્મા 12 ડિસેમ્બરે પોતાની પ્રેમિકા ગિન્ની ચતરથ સાથે જલંધરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ઘણા ખરાબ સમયમાંથી પસાર થઈ ચૂકેલ કપિલના જીવનમાં લાંબા સમય બાદ ખુશીઓ આવી છે. જેને કપિલ અને ગિન્ની બંને હાથોથી સમેટવા માંગે છે અને આ જ કારણે ગિન્નીના ઘરે લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. અત્યારે બંનેના ઘરોમાં લગ્નની રસમો શરૂ થઈ ચૂકી છે. કપિલના લગ્નમાં ઘણી જાણીતી હસ્તીઓ શામેલ થવાની આશા છે.

હવે લાઈવ જોઈ શકશો કોમેડી કિંગના લગ્ન

હવે લાઈવ જોઈ શકશો કોમેડી કિંગના લગ્ન

કપિલના ફેન્સે નિરાશ થવાની જરૂર નથી કારણકે તે લોકો ભલે કપિલના લગ્નમાં ન શામેલ થઈ હોય પરંતુ તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કપિલના ચાહનારા કપિલના લગ્નને લાઈવ જોઈ શકશે. આ લગ્નને યુ ટ્યુબ પર લાઈવ જોઈ શકાશે. જેના માટે એક ટીમ લાઈવ પ્રસારણ માટે મુંબઈથી જલંધર આવી રહી છે.

લાઈવપ્રસારણ યુ-ટ્યુબ તરફથી

લાઈવપ્રસારણ યુ-ટ્યુબ તરફથી

લાઈવ પ્રસારણને સિક્યોર પણ રાખવાની તૈયારી કરી દેવામાં આવી છે જેથી વીડિયો ડાઉનલોડ ન કરી શકાય. આ જાણકારી કપિલના દોસ્ત રંધાવાએ એક વીડિયો દ્વારા આપી છે. આ ઉપરાંત કપિલે પોતાના લગન્ની ફોટોગ્રાફી માટે દીપ ક્લિક્સ નામની કંપનીને બધા અધિકાર આપી છે. કપિલ-ગિન્નીના મહેમાનોને પણ લગ્નના ફોટા ક્લિક કરવાની મંજૂરી નથી.

ગિન્ની ખૂબ આધ્યત્મિક છેઃ કપિલ

ગિન્ની ખૂબ આધ્યત્મિક છેઃ કપિલ

લાંબા સમયથી મીડિયાથી દૂર રહેતા કપિલે હાલમાં જ બોમ્બો ટાઈમ્સ સાથે ખાસ વાત કરી હતી. આ દરમિયાન પોતાની ભાવિ પત્ની ગિન્ની સાથે પણ હતી. જેના વિશે કપિલે કહ્યુ કે તે ખૂબ જ આધ્યત્મિક છે. તેના પૂજા પાઠની જ અસર છે કે આજે હું ઠીક છુ. હું તેની દરેક વાત માનીશ કારણકે મને ખબર છે કે તે સાચી હોય છે, મારા માટે તે દુઆ માંગે છે. મારા ભલા માટે તે હંમેશા આસપાસ રહે છે.

જે મેળવ્યુ તે જ પાછુ આપ્યુ છેઃ ગિન્ની

જે મેળવ્યુ તે જ પાછુ આપ્યુ છેઃ ગિન્ની

જેના પર ગિન્નીએ કહ્યુ કે મે આજે જે કંઈ પણ કર્યુ છે તે પોતાના માટે કર્યુ છે. મે એ જ પાછુ આપવાની કોશિશ કરી જે મે કપિલ પાસેથી મેળવ્યુ હતુ. ગિન્નીએ કહ્યુ કે કપિલ ખૂબ જ કેરિંગ, ઈમોશનલ અને પ્રેમાળ છે. તેણે મને ખૂબ પ્રેમ આપ્યો. મે બસ એ જ આપવાની કોશિશ કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X