OMG : ઉમેશ-ભાવેશ હવે અરશદ સાથે મચાવશે ધમાલ!
મુંબઈ, 16 જુલાઈ : ઓહ માય ગૉડ બાદ હવે ઉમેશ શુક્લા લઈને આવી રહ્યાં છે એક કૉમિક થ્રિલર. આ એ જ ઉમેશ શુક્લા છે કે જેમણે ભાવેશ માંડલિયાની કલમે લખેલી ઓહ માય ગૉડ ફિલ્મ દ્વારા અક્ષય કુમાર તેમજ પરેશ રાવલ સાથે મોટા પડદે ધમાલ મચાવી હતી. હવે ઉમેશ-ભાવેશ મળી એક કૉમિક થ્રિલર ફિલ્મ લઈને આવી રહ્યાં છે કે જેમાં અરશદ વારસી લીડ રોલમાં હશે.
ઉમેશ શુક્લા આ ફિલ્મ અંગે મરાઠી લેખક-દિગ્દર્શક-અભિનેતા ગિરીશ જોશી સાથે આ ફિલ્મનું દિગ્દર્શન કરવા અંગે વાતચીત કરી રહ્યાં છે. ફિલ્મમાં અરશદ વારસી લીડ રોલમાં હશે અને ફિલ્મની સ્ક્રિપ્ટ ભાવેશ માંડલિયા લખશે કે જેમણે ઓહ માય ગૉડ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી. અક્ષય કુમાર તેમજ પરેશ રાવલ અભિનીત ઓએમજી ફિલ્મે શાનદાર સફળતા મેળવી હતી. ફિલ્મનું દિગ્દર્શન ઉમેશ શુક્લાએ જ કર્યુ હતું.
ઉમેશે એક નિવેદનમાં જણાવ્યું - હું આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. જ્યારે મેં આ શાનદાર કમ્ફર્ટ અંગે ભાવેશ સાથે વાતચીત કરી, ત્યારે મારી નજરો સમક્ષ આ કૉમિક થ્રિલર ફિલ્મના હીરો તરીકે અરશદ વારસી જ હતાં. ભાવેશે પણ મારો અભિપ્રાય તરત સ્વીકારી લીધો. ઉમેશ આ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરશે. ફિલ્મમાં પરેશ રાવલન સાથે પણ વાતચીત ચાલી રહી છે. ફિલ્મનું નામ હજી નક્કી નથી થયું.













Click it and Unblock the Notifications
