For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ashram 3: બૉબી દેઓલની ચર્ચિત વેબ સીરિઝ આશ્રમ 3ના સેટ પર થઈ તોડફોડ, પ્રકાશ ઝા પર ફેંકી સહી

ઑનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ એમએક્સ પ્લેયર પર બૉલિવુડ એક્ટર બૉબી દેઓલની ચર્ચિત વેબ સીરિઝ 'આશ્રમ'ને લઈને વિવાદ હજુ ખતમ નથી થયો.

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ ઑનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ એમએક્સ પ્લેયર પર બૉલિવુડ એક્ટર બૉબી દેઓલની ચર્ચિત વેબ સીરિઝ 'આશ્રમ'ને લઈને વિવાદ હજુ ખતમ નથી થયો. સિઝન 1 અને 1ની અપાર સફળતા બાદ હવે નિર્દેશક પ્રકાશ ઝા વેબ સીરિઝની ત્રીજી સિઝનની તૈયારીમાં લાગી ગયા છે. આ દરમિયાન ભોપાલમાં લગાવેલા સેટમાં રવિવારે અમુક ઉપદ્રવીઓએ સેટમાં તોડફોડ કરી અને પ્રકાશ ઝા પર સહી પણ ફેંકવામાં આવી. ભોપાલના ડીઆઈજીએ જણાવ્યુ કે આ ઘટનામાં કોઈ ઘાયલ નથી થયુ.

'આશ્રમ'ને લઈને જૂનો છે વિવાદ

'આશ્રમ'ને લઈને જૂનો છે વિવાદ

બૉબી દેઓલની 'આશ્રમ' વેબ સીરિઝ શરૂઆતથી જ વિવાદોમાં ચાલી રહી છે. જો કે તેની સફળતા પાછળ ક્યાંકને ક્યાંક કૉન્ટ્રોવર્સી પણ એક કારણ રહ્યુ. રવિવારે થયેલી તોડફોડની પુષ્ટિ કરીને ભોપાલના ડીઆઈજી ઈરશાદ વલીએ કહ્યુ, 'બધા ઉપદ્રવીઓને પરિસરમાંથી ખસેડી દેવામાં આવ્યા છે અને કોઈ પણ ગંભીર રીતે ઘાયલ નથી, જો કે અમુક વાહનોને નુકશાન થયુ છે.'

પ્રકાશ ઝા પર લગાવ્યા આ આરોપ

પ્રકાશ ઝા પર લગાવ્યા આ આરોપ

વળી, મીડિયા રિપોર્ટ મુજબ ઉપદ્રવીઓએ 'આશ્રમ'ના નિર્માતા તેમજ નિર્દેશક પ્રકાશ ઝા પર હિંદુઓને ખોટી રીતે ચિત્રિત કરવાનો આરોપ લગાવીને સહી પણ ફેંકી. સોશિયલ મીડિયા પર હુમલાના અમુક ફોટા પણ સામે આવ્યા છે જેમાં ક્ષતિગ્રસ્ત થયેલા વાહનો અને વિખરાયેલો સામાન જોઈ શકાય છે. પત્થરમારામાં ઘણા વાહનોના કાચ પણ તૂટ્યા છે. આ ઘટના દરમિયાન બજરંગ દળવાળાનો હાથ જણાવાઈ રહ્યો છે.

શું છે વેબ સીરિઝ સાથે નારાજગી?

શું છે વેબ સીરિઝ સાથે નારાજગી?

મળતી માહિતી મુજબ હુમલાખોરોએ વેબ સીરિઝનુ શૂટિંગ નહિ થવા દેવાની ધમકી પણ આપી છે. ભોપાલ દક્ષિણના પોલિસ અધિક્ષક સાઈ કૃષ્ણ થોટાએ જણાવ્યુ કે 'આશ્રમ 3'નુ શૂટિંગ અરેરા હિલ્સ સ્થિત જૂની જેલમાં થઈ રહ્યુ હતુ, એ દરમિયાન રવિવારે સાંજે બજરંગદળના લોકોએ ઘટના સ્થળે પહોંચીને તોડફોડ કરી. સાઈ કૃષ્ણના જણાવ્યા મુજબ બજરંગ દળે વેબસીરિઝના નામ માટે વાંધો વ્યક્ત કર્યો છે. તેમનુ કહેવુ છે કે આ વેબસીરિઝનુ નામ હિંદુ ધર્મ માટે યોગ્ય નથી કારણકે તેમાં અશ્લીલ દ્રશ્યોનુ ફિલ્માંકન કરવામાં આવી રહ્યુ છે. આ મામલે અત્યાર સુધી કોઈ ધરપકડ થઈ નથી.

બજરંગ દળનુ નિવેદન

બજરંગ દળનુ નિવેદન

આ મામલે બજરંગ દળ તરફથી પણ નિવેદન સામે આવ્યુ છે. બજરંગ દળના નેતા સુશીલ સુદેલે કહ્યુ, 'અમે ઈચ્છીએ છીએ કે અહીં ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે પરંતુ આ જમીનનો ઉપયોગ હિંદુ સમાજને અપમાનિત કરવા માટે ન કરવો જોઈએ. પહેલેથી જ સીરિઝમાં બતાવવામાં આવ્યુ હતુ કે આશ્રમની અંદર મહિલાઓનુ શોષણ થાય છે, શું એવુ છે? અમે આજે અહીં વિરોધ પ્રદર્શન કરીને માત્ર ચેતવણી આપી છે. પ્રકાશ ઝાએ કહ્યુ છે કે તે શોનુ ટાઈટલ બદલવા માટે વાતચીત કરી રહ્યા છે. હું ફરીથી કહુ છુ કે શોનુ નામ 'આશ્રમ'થી બદલવુ પડશે અથવા અહીં ભોપાલમાં ફિલ્માવામાં ન આવે.'

English summary
Ashram-3: Bobby Deol popular web series set demolish in Bhopal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X