આ વેબસીરિઝ માટે ખૂબ થયો વિવાદ, અભિનેતા-નિર્દેશકોને જારી થઈ કોર્ટની નોટિસ
નવી દિલ્લીઃ વર્ષ 2020 ઘણી રીતે અલગ રહ્યુ. ખાસ કરીને કોરોના અને લૉકડાઉનના કારણે ઘણી ફેરફાર જોવા મળ્યા. આ વર્ષે વેબ સીરિઝ ખૂબ લોકપ્રિય થઈ. એક તરફ નવી ફિલ્મો જ્યારે ઓછી આવી રહી હતી અને થિયેટરો બંધ હતા ત્યારે આ સીરિઝે દર્શકોનુ ખૂબ જ મનોરંજન કર્યુ. વળી, અમુક વેબ સીરિઝ માટે વિવાદ પણ ખૂબ થયો. ત્યાં સુધી કે અમુક સીનને હટાવવા પડ્યા તો અમુક બાબતોમાં કોર્ટ સુધી વાત પહોંચી. છેલ્લા બે વર્ષોમાં ઘણી વેબ સીરિઝ પર વિવાદ થઈ ચૂક્યો છે.

બૉબી દેઓલની આશ્રમ
આશ્રમ વેબ સીરિઝ માટે પણ ઘણો વિવાદ થયો. અભિનેતા બૉબી દેઓલ અને નિર્માતા પ્રકાશ ઝાને રાજસ્થાનની અદાલતે 'આશ્રમ'ની વેબ સીરિઝ વિરુદ્ધ નોંધાયેલ એક કેસ બાબતે નોટિસ પણ જારી કરી છે. આ ચર્ચિત વેબ સીરિઝની બીજી સિઝન સાે પણ બાદમાં નિર્માતાઓ અને અભિનેતા બૉબી દેઓલ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

અ સૂટેબલ બૉય
નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી ઈશાન ખટ્ટર અને તબ્બુ સ્ટારર વેબ સીરિઝ અ સૂટેબલ બૉય માટે ખૂબ જ વિવાદ થયો. આમાં ફિલ્માવવામાં આવેલ ઈશાન ખટ્ટર અને તબ્બુ વચ્ચેના એ કિસિંગ સીન વિશે વિવાદ રહ્યો જેમાં બંને મંદિરમાં કિસ કરી રહ્યા છે. આ સીનના બેકગ્રાઉન્ડમાં ભજનનો અવાજ સંભળાય છે. આના માટે હિંદુ સંગઠનોએ તેને લવ જેહાદ ગણાવી દીધો અને ખૂબ જ હોબાળો થયો.
નાગિન ફેમ નિયા શર્માએ બતાવ્યો કાતિલ અંદાજ, શેર કર્યા બોલ્ડ ફોટા

પાતાલ લોક માટે વિવાદ
બૉલિવુડ અભિનેત્રી અને પ્રોડ્યુસર અનુષ્કા શર્માની વેબ સીરિઝ પાતાલ લોક પણ વિવાદોમાં રહી. ગાઝિયાબાદની લોનીથી ભાજપના નંદકિશોર ગુર્જરે પાતાલ લોક પર વાંધો વ્યક્ત કરીને ફરિયાદ કરાવી કે અનુષ્કા શર્માએ એક વૉન્ટેડ માફિયા સાથે ધારાસભ્ય નંદકિશોરનો ફોટો લગાવ્યો છે અને ગુર્જર સમાજને વાંધાજનક વાતો પણ કહી છે.

અભય 2 વેબ સીરિઝ પર થઈ બેનની માંગ
વેબ સીરિઝ અભય 2 પણ વિવાદમાં ઘેરાયેલી રહી. વેબ સીરિઝ અભય 2માં શહીદ ખુદીરામ બોસના ફોટા માટે વિવાદ ઉભો થઈ ગયો છે. વાસ્તવમાં વેબ સીરિઝના બીજા પાર્ટમાં એક સીન દર્શાવવવામાં આવ્યો છે જેમાં ખુદીરમ બોસનો ફોટો એક પોલિસ સ્ટેશનમાં લટકેલો દેખાઈ રહ્યો છે. આ ફોટો એ જગ્યાએ લટકાવેલો છે જ્યાં હિસ્ટ્રીશીટરનો ફોટો લગાવવામાં આવે છે. એવામાં આ સીન માટે વિવાદ ઉભો થઈ ગયો. ઈંદોરમાં ક્રાંતિકારી પરિવારો સાથે જોડાયેલા લોકો આને ખુદીરામ બોસનુ અપમાન ગણાવી રહ્યા છે.

સેક્રેડ ગેમ્સ પણ રહી વિવાદોમાં
નેટફ્લિક્સ પર આવેલી વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ પણ વિવાદોમાં રહી છે. વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સમાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો. આ ફરિયાદમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ નેટફ્લિક્સ, નવાઝુદ્દી સિદ્દીકી, સેક્રેડ ગેમ્સના નિર્માતા અને અન્ય પર પૂર્વ પ્રધાનમંત્રીને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો.