For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Flashback 2020: આ રહી Netflix પર સૌથી વધુ પસંદ કરવામાં આવેલી સીરિઝ અને ફિલ્મો

મનોરંજન પીરસનાર ઓટીટી પ્લેટફૉર્મ નેટફ્લિક્સ(Netflix) પર 2020માં લોકોએ શું જોયુ એ તો જાણી લો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વર્ષ 2020 પોતાના અંતિમ પડાવ તરફ છે. આ દરમિયાન સૌના મનમાં આ વર્ષની યાદો જરૂર સામે આવી રહી છે કે વર્ષમાં શું કર્યુ. પોતાની તો ખબર હોય પરંતુ ક્યારેય વિચાર્યુ છે કે બીજા લોકો શું કરી રહ્યા હતા આખુ વર્ષ. બાકીનાની તો ખબર નથી પરંતુ મનોરંજન પીરસનાર ઓટીટી પ્લેટફૉર્મ નેટફ્લિક્સ(Netflix) પર 2020માં લોકોએ શું જોયુ એ તો જાણી લો. આમ પણ આ વર્ષ લૉકડાઉનમાં લોકો માટે મનોરંજનનો સહારો આ ઓટીટી પ્લેટફૉર્મ જ રહ્યા છે.

80 ટકા લોકોએ જોઈ ફિલ્મો

80 ટકા લોકોએ જોઈ ફિલ્મો

ઓટીટી પ્લેટફૉર્મ નેટફ્લિક્સે ખુલાસો કરી દીધો છે કે વર્ષ 2020માં ભારતીયોએ સૌથી વધુ શું જોયુ છે. નેટફ્લિક્સની આ લિસ્ટમાં ફિલ્મો, ટીવી શોઝ, સીરિઝ, રિયાલિટી શો સાથે બાળકોના પ્રોગ્રામ પણ શામેલ છે. આમ તો નેટફ્લિક્સની માનીએ તો ભારતના લોકો ફિલ્મ જોવામાં નંબર 1 છે. ભારતમાં નેટફ્લિક્સના જેટલા પણ યુઝર છે તેમાંથી 80 ટકા લોકોએ આ ઑનલાઈન પ્લેટફૉર્મ પર ફિલ્મ જોઈ છે. વર્ષ 2020માં નેટફ્લિક્સ પર ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલી થ્રિલર ફિલ્મ 'રાત અકેલી' રહી. એક્શન ફિલ્મોની શ્રેણીમાં સૌથી વધુ પસંદ કરાયેલ મલંગ અને ઓલ્ડ ગાર્ડ રહી. વળી, હાલમાં જ રિલીઝ થયેલી લૂડોને કૉમેડી શ્રેણીમાં સૌથી વધુ જોવામાં આવી છે. દક્ષિણ ભારતની અલા વૈકુંઠપુરમુલૂ(તેલુગુ), કન્નમ કન્નમ કોલૈયાડીથલ(તમિ), કપ્પેલા(મલયાલમ) અને ઉમા મહેશ્વાર ઉગ્ર રુપસ્યા(તેલુગુ) આ વર્ષની ટૉપ 10 ફિલ્મોમાં શામેલ રહી.

રોમેન્ટીક ફિલ્મોમાં 250% વધારો

રોમેન્ટીક ફિલ્મોમાં 250% વધારો

નેટફ્લિક્સ પર ભારતમાં 2019ની સરખામણીમાં આ વર્ષે રોમેન્ટીક ફિલ્મ જોવાની સંખ્યામાં 250%નો ઉછાળો જોવા મળ્યો છે. લવ આજ કલ, ગિન્ની વેડ્ઝ સન્ની અને મિસમેચ્ડ આ વર્ષની સૌથી વધુ જોવામાં આવેલી રોમેન્ટીક શ્રેણીની ફિલ્મ રહી. આ વર્ષે નેટફ્લિક્સે મહિલા લીડ રોલવાલી ફિલ્મો પણ રિલીઝ કરી. આ શ્રેણીની ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લ કે જે વર્ષ 2020ની સૌથી વધુ જોવાયેલી ડ્રામા ફિલ્મ રહી. આ શ્રેણીમાં ગિલ્ટી, મસાબા-મસાબા, બુલબુલ, શી(She), મિસ ઈન્ડિયા, નેવર હેવ આઈ એવર અને એમિલી ઈન પેરિસ ભારતમાં ખૂબ પસંદ કરાયેલ ફિલ્મ રહી.

બહુ જોવાયા કોરિયન ડ્રામા

બહુ જોવાયા કોરિયન ડ્રામા

ભારતમાં કોરિયન ડ્રામા જોનારાની સંખ્યા ઝડપથી વધી રહી છે. નેટફ્લિક્સ પર જ ગયા વર્ષની અપેક્ષાએ આ વર્ષે કોરિયન ડ્રામા જોનારાની સંખ્યામાં 370 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ વખતે નેટફ્લિક્સની કોરિયન ડ્રામાની લિસ્ટ ધ કિંગઃ એટર્નલ મોનાર્ક, કિંગડમ(S2), ઈટ્સ ઓકે નૉટ ટુ બી ઓકે અને સ્ટાર્ટઅપ ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા. ઈન્ટરનેશનલ સીરિઝમાં ડૉર્ક અને મની હાઈસ્ટ ક્રમશઃ ટૉપ-10માં સતત 95 અને 170 દિવસ સુધી રહ્યા. આ સાથે જ ભારતમાં સૌથી મોટી હિટમાં પોકેમૉન, બ્લડ ઑફ જ્યુસ અને વન પંચ મેન શામેલ રહી.

અમેરિકામાં ઈમરજન્સી ઉપયોગ માટે pfizer વેક્સીનને મળી મંજૂરીઅમેરિકામાં ઈમરજન્સી ઉપયોગ માટે pfizer વેક્સીનને મળી મંજૂરી

English summary
flashback 2020: The most viewed web series and films viewed on netflix this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X