રાતે 12 વાગ્યાથી બધાના માટે ફ્રી થશે Netflix, જાણો બે દિવસ સુધી કેવી રીતે જોઈ શકશો શાનદાર શો
ઓટીટી પ્લેટફૉર્મ પર વેબ સીરિઝ અને શો જોવાના શોખીન લોકો માટે આ વીકેન્ડ નેટફ્લિક્સ(Netflix) શાનદાર ઑફર લઈને આવ્યુ છે.
નવી દિલ્લીઃ ઓટીટી પ્લેટફૉર્મ પર વેબ સીરિઝ અને શો જોવાના શોખીન લોકો માટે આ વીકેન્ડ નેટફ્લિક્સ(Netflix) શાનદાર ઑફર લઈને આવ્યુ છે. હવે તમે આગલા બે દિવસ એટલે કે 5 અને 6 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર એકદમ મફતમાં વેબ સીરિઝ અને શાનદાર શો જોઈ શકો છો. આના માટે તમારે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ આપવાની જરૂર નહિ પડે. આ ઑફર આજે રાતે 12 વાગ્યાથી શરૂ થવાની છે. જો તમે પણ ફ્રીમાં નેટફ્લિક્સ શોની મઝા લેવા માંગતા હોય તો નીચે જણાવેલ સ્ટેપ્સને ફૉલો કરીને ફ્રીમાં એક્સેસ કરી શકો છો.

આજે રાતે 12 વાગ્યાથી શરૂ થઈ રહી છે ઑફર
સૌ કોઈ જાણે છે ઓટીટી પ્લેટફૉર્મ Netflix ઑનલાઈન શો માટે જાણીતુ છે. તેની લોકપ્રિયતા દુનિયાભરમાં છે. StreamFest હેઠળ ભારતીય યુઝર્સને બે દિવસ સુધી એકદમ ફ્રી Netflixની એક્સેસ આપવામાં આવી રહી છે. નેટફ્લિક્સનુ ફ્રી એક્સેસ લેવા માટે તમારે અમુક સ્ટેપ્સ ફૉલો કરવાના રહેશે. સારી વાત એ છે કે આના માટે તમારે પોતાના ખિસ્સામાંથી એક પણ રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી અને બેંક ડિટેઈલ્સ કે કાર્ડ નંબર પણ એન્ટર કરવાની જરૂર નથી.

બે દિવસ માટે એકદમ ફ્રી હશે Netflix
નેટફ્લિક્સ દ્વારા આ ઑફરની મોટાપાયે નેશનલ ટીવી પર પણ જાહેરાત કરવામાં આવી રહી છે. ઓટીટી પ્લેટફૉર્મના જણાવ્યા મુજબ તમે આજે (શુક્રવારે) રાતે 12 વાગ્યાથી 6 ડિસેમ્બરની રાતે 12 વાગ્યા સુધી Netflixના બધા કન્ટેન્ટને એક્સેસ કરીને તેનો આનંદ લઈ શકો છો. એનો અર્થ એ થયો કે યુઝર્સ નેટફ્લિક્સના પેઈડ કન્ટેન્ટે પણ 48 કલાક સુધી ફ્રીમાં જોઈ શકે છે. અહીં જોવાની વાત એ છે કે નેટફ્લિક્સની ફ્રી ઑફર માત્ર એ જ યુઝર્સને મળશે જે પહેલેથી Netflixમાં રજિસ્ટર કે સબસ્ક્રાઈબર નથી.

નવા યુઝર્સે આ રીતે કરવુ એક્સેસ
પહેલી વાર Netflixનો ઉપયોગ કરનાર યુઝર્સે આ ઑફરનો લાભ લેવા માટે સૌથી પહેલા પોતાના ફોન કે કોઈ બીજા ડિવાઈસમાં ઓટીટી પ્લેટફૉર્મની એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ યુઝર્સે નેટફ્લિક્સ પર પોતાનુ એક અકાઉન્ટ ક્રિએટ કરવાનુ રહેશે. આના માટે ફોન નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ એન્ટર કરવાની જરૂર પડશે. બસ આટલુ કર્યા બાદ તમે આજે રાતે 12 વાગ્યાથી 6 ડિસેમ્બરની રાતે 12 વાગ્યા સુધી ફ્રીમાં નેટફ્લિક્સના શોનો આનંદ લઈ શકો છો.

કંપનીએ ખતમ કરી ફ્રી ટ્રાયલની ઑફર
આ ઑફરનો ફાયદો તમે સ્માર્ટફોન, ટીવી, લેપટૉપ કે પીસી ક્યાંય પણ ઉઠાવી શકો છો. તમને જણાવી દઈએ કે બે દિવસ સુધી ફ્રી મળનાર કન્ટેન્ટની ક્વૉલિટી SD ફૉર્મેટમાં હશે. યુઝર્સ એચડી કે ફૂલ એચડી કન્ટેન્ટ નહી જોઈ શકે. ઉલ્લેખનીય છે કે કંપનીએ નવા યુઝર્સને એક મહિના માટે અપાતી ફ્રી ટ્રાયલ હવે ખતમ કરી દીધી છે. આ પહેલા યુઝર્સ માટે એક મહિના સુધી Netflix ફ્રી રહેતુ. જો કે તમારે કાર્ડ ડિટેઈલ પહેલા જ એન્ટર કરવાની રહેતી. હવે કંપનીએ ફ્રી ટ્રાયલને ખતમ કરીને બે દિવસ માટે Netlixને એકદમ ફ્રી કરી દીધુ છે.












Click it and Unblock the Notifications
