25 ફેબ્રુઆરીના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

ટ્રેનના ડબ્બામાં આગ

ટ્રેનના ડબ્બામાં આગ

જયપુરના બાસ્સી રેલવે સ્ટેશન પર ટ્રેનના એક ડબ્બામાં આગ ભભૂકી ઉઠી હતી.

બીએસએફનું કેમલ યુનિટ

બીએસએફનું કેમલ યુનિટ

ગુજરાતના ભૂજમાં બીએસએફના હેડક્વાર્ટરમાં બોર્ડર સિક્યૂરિટી ફોર્સના પ્રદર્શન પહેલા કેમલ યુનિટ એકત્રિત થઇ રહ્યું છે.

કેજરીવાલ કંઇક આ રીતે ચડ્યા

કેજરીવાલ કંઇક આ રીતે ચડ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અણ્ણા હજારે સાથે મુલાકાત કરી હતી, તેમના મંચ પર જવા માટે તેમના સમર્થકોએ તેમને કંઇક આ રીતે મદદ કરી હતી.

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં

પશ્ચિમ બંગાળના બાલુરઘાટમાં વિદ્યાર્થી પોતાના જીવને જોખમમાં મુકીને શાળા અને કોલેજે જાય છે.

જંતરમંતર પર આરએફ

જંતરમંતર પર આરએફ

અણ્ણા હજારેના આંદોલનને પગલે જંતરમંતર પર આરએફના જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે.

પીડીપી અને ભાજપમાં ગઠબંધન

પીડીપી અને ભાજપમાં ગઠબંધન

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પીડીપીના અધ્યક્ષ મેહબૂબા મુફ્તી સાથે મુલાકાત કરીને જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં બંને એક જમ્મુ કાશ્મીરમાં સરકાર બનવાના સંકેત આપ્યા હતા.

પૂછેગા સબસે સાણા કોણ....

પૂછેગા સબસે સાણા કોણ....

શાહરુખ ખાને પોતાના શો પૂછેગા સબસે શાણા કોનનું લોંચિંગ દરમિયાન પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.

અમદાવાદ ખાતે ગોલ્ડ પકડાયું

અમદાવાદ એરપોર્ટ પર 60 કિલો ગોલ્ડ સાથે 6 લોકોની અટકાયત કરાઇ.

બિહાર

બિહારમાં જીંસ પહેરવા પર યુવતીઓને નગ્ન કરવાની ધમકી!

મનિષ સિસોદીયોની જાહેરાત

દિલ્હીના ડેપ્યૂટી મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ જણાવ્યું હતું કે દિલ્હીના દરેક પરિવારને મહિને 20 હજાર લીટર મળવા પાત્ર થશે.

દેશમાં પહેલી વાર કોઇ રાજ્યપાલ વિરુદ્ધ ગુનો નોંધાયો

દેશમાં પહેલી વાર કોઇ રાજ્યપાલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મધ્ય પ્રદેશના રાજ્ય પાલ પર કૌભાંડના આરોપ છે. વિરોધીયો તેમના અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

કોંગ્રેસનું પ્રોટેસ્ટ

અણ્ણાના તર્જ પર કોંગ્રેસ અને અન્ય વિરોધીઓ પણ મોદી સરકારને જમીન સંપાદનના મુદ્દે ઘેરવા જંતર મંતર પહોંચી ગઇ.

મધ્યાહન ભોજન રસોઇયાઓનો બળાપો

મધ્યાહન ભોજન રસોઇયાઓનો બળાપો

મધ્યાહન ભોજન બનાવનારા રસોઇયાઓએ પટણામાં પોતાના પગાર વધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પર્થમાં ટ્રેઇનિંગ સેશન

પર્થમાં ટ્રેઇનિંગ સેશન

ભારતીય ટીમ પર્થમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેમાં સુરેશ રૈના અને શિખર ધવન દેખાઇ રહ્યા છે.

શ્રીનગરમાં ભારે વરસાદ

શ્રીનગરમાં ભારે વરસાદ

શ્રીનગરમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા.

મધ્યપ્રદેશના રાજ્યપાલનું રાજીનામુ

કોંગ્રેસ કાર્યકરોએ મધ્ય પ્રદેશના રાજ્યપાલનું રાજીનામુ વધાવી લીધું હતું.

કાશ્મીરમાં અથડામણ

જમ્મુ અને કાશ્મીરના શોપિયાનમાં અથડામણ, 3 ત્રણ આતંકવાદીઓ ઠાર, 2 જવાન અને 1 મેજર ઇજાગ્રસ્ત.

અબુ સલેમ દોષી

પ્રદીપ જૈનની હત્યાના કેસમાં અબુ સલેમ દોષી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X