For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડના રોહિણા ખાતે જિલ્‍લા કક્ષાનો ૭૩ મો વનમહોત્‍સવ યોજાયો

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા આશ્રમશાળા ખાતે જિલ્‍લા કક્ષાનો ૭૩ મો વન મહોત્‍સવ રાજયના આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ લાભાર્થીઓને ખાસ અંગભૂત ય

|
Google Oneindia Gujarati News

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા આશ્રમશાળા ખાતે જિલ્‍લા કક્ષાનો ૭૩ મો વન મહોત્‍સવ રાજયના આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ લાભાર્થીઓને ખાસ અંગભૂત યોજના હેઠળ ચેકો અને નિર્ધૂમ ચૂલા તેમજ આંબા કલમો આપવામાં આવી હતી.

Naresh Patel

રોહિણા આશ્રમશાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંત્રી નરેશ પટેલે જણાવ્‍યું હતું કે, રાજયના પનોતા પુત્ર સ્‍વ. શ્રી કનૈયાલાલ મુનશીએ ગુજરાતને હરિયાળું બનાવવા તેમજ જંગલ વિસ્‍તારનું ક્ષેત્રફળ વધે તે માટે વર્ષ ૧૯૫૦ થી રાજયમાં વન મહોત્‍સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્‍યું હતુ઼. તે મુજબ દર વર્ષે ગાંધીનગર ખાતે આ વન મહોત્‍સવની ઉજવણી કરવામાં આવતી હતી. વલસાડ જિલ્લાનો ૭૩ મો વન મહોત્‍સવ જિલ્‍લાના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા યોજાયો છે. નવી પેઢીને વૃક્ષોનું મહત્‍વ સમજાય અને વધુ વૃક્ષો વાવે અને તેનુ જતન કરી પર્યાવરણ સંરક્ષણ કરે તે આજના સમયની તાતી જરૂરયિાત છે. વલસાડ જિલ્‍લાના ૪૬૬ ગામ પૈકી ૨૯૨ ગામો જંગલ વિસ્‍તારથી ઘેરાયેલા છે. વન વિભાગ દ્વારા નર્સરી યોજના હેઠળ ચાલુ વર્ષે ૨૦.૭૧ લાખ રોપા ઉછેર કરવામાં આવશે.

વન મહોત્સવ કાર્યક્રમમાં રોહિણા આશ્રમશાળા તેમજ આઇ. સી. દેસાઇ સાર્વજનિક હાઇસ્‍કૂલ દ્વારા પ્રકૃતિ નાટક, આદિવાસી નૃત્‍ય તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, વન વિભાગના કર્મચારીઓ તેમજ ગામજનો હાજર રહયા હતા.

English summary
73rd district level forest festival held at Rohina, Valsad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X