ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું નવું સંગઠનઃ નવી બોટલમાં જુનો દારૂ જેવો ઘાટ

સામાન્ય રીતે આમ આદમી પાર્ટી નવી તૈયારી સાથે મેદાનમાં આવી રહી છે અને ભાજપ કોંગ્રેસ બને પક્ષને ટક્કર આપી રહી હતી. તાજેતરમાં આમ આદમી પાર્ટીએ જ્યારે પ્રદેશ અધ્યક્ષ સિવાય તમામ બોડીને વિખેરી નાખી હતી.

સામાન્ય રીતે આમ આદમી પાર્ટી નવી તૈયારી સાથે મેદાનમાં આવી રહી છે અને ભાજપ કોંગ્રેસ બને પક્ષને ટક્કર આપી રહી હતી. તાજેતરમાં આમ આદમી પાર્ટીએ જ્યારે પ્રદેશ અધ્યક્ષ સિવાય તમામ બોડીને વિખેરી નાખી હતી. ત્યારે, ગુજરાતમાં લોકોને વિશ્વાસ હતો કે, નવી સંગઠનની ટીમમાં ઘણા સક્રિય અને જાણીતા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે. પરંતું, જાહેર કરવામાં આવેલી નવી ટીમમાં કોઇ સક્રિય અને નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું નથી. પરંતું, મોટાભાગની જૂની બોડીને ફરીથી રિપિટ કરવામાં આવી છે તો, ક્યાંક જુના ચહેરાના હોદ્દામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

aam admi party

તાજેતરમાં આમ આદમી પાર્ટીએ નવા સંગઠનની જાહેરાત કરી છે. આ નવા સંગઠન માળખામાં 800 જેટલા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્યના તાલુકા અને જિલ્લા સ્તરના હોદ્દેદારોનો આ સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યના પ્રભારી સંદીપ પાઠકે, ગુજરાતની નવી સંગઠન ટીમની જાહેરાત કરી છે. જેમાં, ઇસુદાન ગઢવીને રાષ્ટ્રીય માળખામાં જોઇન્ટ જનરલ સેક્રેટરી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે તો, કોંગ્રેસના પૂરવ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરૂને રાષ્ટ્રીય સંગઠન મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કૈલાસ ગઢવીને ગુજરાતમાં ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટી ખુબ આયોજનબદ્ધ રીતે ગુજરાતમાં કામગીરી કરી રહી છે અને ધીમે પગલે પગપેસારો પણ કરી દીધો છે. પરંતું, આપના સંયોજક કેજરીવાલના સહારે ગુજરાતમાં ચૂંટણી જીતવી અઘરી છે. કારણ કે, જે રીતે કોંગ્રેસ સર્વ સ્વિકૃત નેતાગીરીના અભાવે રાજ્યમાં સત્તામાં આવી શકતી નથી. એ રીતે, આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં સક્ષમ નેતાગીરી ઉભી કરવી પડશે. હાલમાં જે રીતે સંગઠનમાં ચહેરા ઉતારવામાં આવ્યા છે, તેમાં અમુક ચહેરાને બાદ કરતાં મુખ્યત્વે સ્વિકાર્ય અને જાહેરક્ષેત્રના ચહેરાની ઉણપ જોવા મળી રહી છે. એટલે કે, નવા માળખામાં લોકોને જે અપેક્ષા હતી કે, કેટલાક પ્રભાવશાળી ચહેરા મુકવામાં આવશે તેમાં આમ આદમી પાર્ટી ઉણી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X