Ahmedabad: સાબરમતી નદીમાં દશામાતાની મૂર્તિનું વિસર્જન કરતા ચાર ડૂબ્યા, 3 લોકોના મોત
Sabarmati River: રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટર 30માં સાબરમતી નદીમાં ડૂબી જવાના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે.
સેક્ટર 30માં આવેલી સાબરમતી નદીમાં દશા માતાની મૂર્તિનું વિસર્જન કરવા માટે અમદાવાદથી ટેમ્પોમાં લોકોનું ટોળું નદી કિનારે પહોંચ્યું હતું. જેમાં પરિવાર સાથે આવેલી 12 વર્ષની પૂનમ પ્રજાપતિ ઉંડા પાણીમાં ડૂબવા લાગી હતી.
તેને બચાવવા માટે એક પછી એક ચાર લોકો પાણીમાં કૂદી પડ્યા હતા. જોકે, અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ડૂબી ગયા હતા, જ્યારે અન્ય બેને સ્થાનિકોએ બચાવી લીધા હતા.

ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને અજય વણઝારા, ભારતીબેન પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
આ બનાવના પગલે ગાંધીનગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ ગાંધીનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
