પક્ષીને બચાવવા જતા ગુમાવ્યો જીવ, અમદાવાદના ફાયર ફાઇટરનું મોત

thaltej fire station: ઉત્તરાયણના દિવસ લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હોય છે. આ વચ્ચે ઘણા સેવાભાવી પક્ષીપ્રેમીઓ ઘાયલ પક્ષીઓની સેવા કરવામાં વ્યસ્ત રહે છે. આવામાં ફાયર બ્રિગેડના કર્મચારીએ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે 24 કલાક ખડે પગે રહે છે.

અમદાવાદ શહેરમાં ફાયર બ્રિગેડના જવાન ઇલેક્ટ્રિક વાયરને સ્પર્શી જતા તેને કરંટ લાગ્યો હતો. આ ફાયર ફાઇટર વીજળીના તાર પર રહેલા ઘાયલ પક્ષીને બચાવી રહ્યો હતો. આ ઘટના ઘુમા સ્મશાન પાસે દેવ 94 બિલ્ડિંગ પાસે ઘટી હતી.

thaltej fire station

પક્ષીને બચાવવાની તાજવીજમાં જોડાયેલા ફાયર બ્રિગેડના કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અમદાવાદના ફાયર કર્મીને ઇલેક્ટ્રિક વાયરને સ્પર્શવાથી કરંટ લાગ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે સમગ્ર રાજ્યમાં કુલ 4476 ઇમરજન્સી કોલ નોંધાયા હતા. આ કોલ સામાન્ય દિવસોની સરખામણીએ 24.05 ટકા વધારે હતા.

નોંધનીય બાબત છે કે, અમદાવાદ ફાયર વિભાગને પક્ષીઓને બચાવવા કે મદદ માટે ત્રણ દિવસ દરમિયાન કુલ 62 કોલ કરવામાં આવ્યા છે. આ કોલમાં 13 જાન્યુઆરીએ 17, 14 જાન્યુઆરીના રોજ 20 તેમજ 15 જાન્યુઆરીના રોજ 25 કોલ મળ્યા હતા. આ સાથે અમદાવાદ શહેરમાં પતંગની દોરીના કારણે 70થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે. જેમાંથી 10 પક્ષીઓના મોત થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઘાયલ પક્ષીઓમાં સૌથી વધુ કબૂતરનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન શોર્ટ સર્કિટ તેમજ અન્ય કારણોથી 12 સ્થળો પર આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે, ચાલુ વર્ષે તુક્કલને કારણે આગ લાગવાની એક પણ ઘટના નોંધાઇ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X