અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત
Road Accident: ગુજરાતના નડિયાદમાં બુધવારે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 લોકોના મોત થયા હતા.
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક વ્યક્તિની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઓઈલ ટેન્કર પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી કાર તેની સાથે ધડાકાભેર અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો.

નડિયાદ અકસ્માત અંગે પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે કારમાં 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા. એક્સપ્રેસ વે પર તેજ ગતિએ આવી રહેલી એક કાર અચાનક રોડ પર ઓઈલ ટેન્કર સાથે અથડાઈ હતી.
આ અકસ્માતની જાણ થતા ઘટનાસ્થળે બે એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. કારમાં સવાર તમામ 10 લોકોના મોત થયા છે.












Click it and Unblock the Notifications
