CNG Price Hike : અદાણીએ CNGના ભાવમાં ફરી વધારો કર્યો, જાણો નવા ભાવ
CNG Price Hike : અમદાવાદમાં વાહનચાલકો માટે ફરી એકવાર CNGના ભાવમાં વધારો થયો છે. અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે અમદાવાદમાં CNGનો નવો ભાવ પ્રતિ કિલોગ્રામ 82.38 થયો છે. આ ભાવવધારો 2 ઓગસ્ટથી લાગુ થઈ ગયો છે.

વર્ષ 2025માં આ ચોથી વખત છે જ્યારે અદાણીએ CNGના ભાવમાં વધારો કર્યો છે. છેલ્લા આઠ મહિનામાં CNGના ભાવમાં કુલ 3.40નો વધારો થયો છે, જે ડિસેમ્બર 2024ની સરખામણીમાં નોંધપાત્ર છે. ગયા વર્ષના ડિસેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં આ પાંચમો ભાવવધારો છે.
વર્ષ 2025ના ભાવવધારાની વિગતો
- જાન્યુઆરી : 1.50નો વધારો
- 3 માર્ચ : 0.50નો વધારો
- 11 એપ્રિલ : 0.40નો વધારો
- 2 ઓગસ્ટ : 1.00નો વધારો
આ સતત ભાવવધારાથી વાહનચાલકોના ખર્ચમાં વધારો થયો છે અને તેમના બજેટ પર સીધી અસર પડી રહી છે. ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં થતી વધઘટ અને અન્ય આર્થિક પરિબળો આ ભાવવધારા માટે જવાબદાર છે.












Click it and Unblock the Notifications
