અમદાવાદઃ ટેક્નિકલ ખામીને પગલે 8 ફ્લાઇટ મોડી, 3 રદ્દ
Ahmedabad: અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સ્પાઈસ જેટની દિલ્હી, ગોવા અને ઈન્ડિગોની મુંબઈ જઈ રહેલી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જે કારણે પેસેન્જર્સને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સાથે સ્પાઈસ જેટની દુબઇની ફ્લાઇટને 8 કલાક બાદ રિશિડયુલ કરવામાં આવતા પેસેન્જર્સ પરેશાન થઈ ગયા હતા. આ ઉપરાંત અમદાવાદથી દિલ્હી, લખનઉ બેંગ્લોર, ભોપાલ, દીવ સહિતની ફ્લાઇટ બે કલાક મોડી ટેક ઓફ થતા પેસેન્જર્સને ટર્મિનલ પર રાહ જોવાની ફરજ પડી છે.
સ્પાઇસ જેટની સવારની 5.12 કલાકની અમદાવાદ-દિલ્હીની ફ્લાઇટ, બપોરે 4.35 કલાકની અમદાવાદ-ગોવાની રદ કરવામાં આવી હતી. આ સાથે ઈન્ડિગોની સાંજે 5.05 કલાકની અમદાવાદ-મુંબઈની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જે કારણે પેસેન્જર્સ અટવાયા હતા.
આ અંગે સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટેક્નિકલ ખામી સર્જાવાના કારણે એરક્રાફ્ટ ગ્રાઉન્ડિંગ કરાતા ફ્લાઇટ્સ રદ થઇ છે. આ અંગે મુસાફરોને વહેલા જાણ કરી દેવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.

અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 4 કલાક માટે ફ્લાઇટ ઓપરેશન બંધ રહે છે. જોકે, દરરોજ અમદાવાદ એરપોર્ટ પર 200 થી 250 ફ્લાઇટની અવરજવર રહે છે, પરંતુ મેઈન્ટેનન્સ કાર્યને લઇને બુધવારના રોજ ફ્લાઇટ ઓપરેશન બંધ હોય છે, તેમ છતાં આજે સવારથી અમદાવાદથી ઉડાન ભરતી ફ્લાઇટ વિલંબિત થઇ રહી હતી.
ગત સાંજે 4.35 કલાકે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરીને દુબઈ જવા રવાના થઈ રહેલી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઈટના એન્જિનમાં ઈન્ટરનલ ખામી સર્જાઈ હતી. જે કારણે ફ્લાઇટ સાડા 8 કલાક માટે વિલંબિત થઈ હતી.
આ ફ્લાઇટ લાંબા સમયના વિલંબ બાદ મોડી રાત્રે 1.05 કલાકે ઉડાન ભરે એવી શક્યતાઓ સેવાઈ રહી હતી. અમુક ફલાઈટ્સ એવી હતી કે, જેને રદ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પર જ રાત વિતાવવાનો વારો આવ્યો હતો.
ઉત્તર ભારતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દિલ્હીમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે છે. જે કારણે અને વરસાદી માહોલને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે.
જેના કારણે અમદાવાદથી દિલ્હી જતી અને દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટ વિલંબિત થઇ હતી. આ સાથે દિલ્હીથી આવી રહેલી અને દિલ્હી જઈ રહેલી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
દિલ્હી અને મુંબઈ જઈ રહેલી કેટલીક ફ્લાઈટ્સને એર ટ્રાફિક કન્ટ્રોલમાંથી ક્લિયરન્સ ન મળતા તેને હવામાં ચક્કર લગાવવાની ફરજ પડી હતી, જે કારણે તેના નિશ્ચિત સમયના વિલંબ થયો હતો. જે કારણે ફ્લાઇટ મોડી પડી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, આજના દિવસમાં દિલ્હી-મુંબઈ સહિત ભોપાલ, લખનઉ, પૂણેની ફ્લાઇટ પણ 1 કલાકથી 3 કલાક સુધીના સમયગાળા માટે વિલંબિત થઇ રહી હતી.












Click it and Unblock the Notifications
