અમિત શાહે કર્યું AMCના 1950 કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત
Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે. ગુજરાતથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 2001થી લોકાભિમુખ અને સર્વાંગી વિકાસની પરંપરા શરૂ કરી હતી. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ તેજ ગતિએ આગળ ધપાવી છે. નરેન્દ્ર મોદીની વિકાસની કાર્યપ્રણાલી પર વિશ્વાસ મૂકીને જ 2014માં દેશની જનતાએ તેમને દેશનું સુકાન સોંપ્યું હતું.
અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ છેલ્લાં 10 વર્ષમાં પ્રબળ સંકલ્પ, આયોજનશક્તિ અને અમલવારી થકી દેશને તમામ ક્ષેત્રોમાં નવી ઊંચાઈ પર લઈ જવાનું કામ કર્યું છે. તેમણે 22 જાન્યુઆરીએ અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિપ્રતિષ્ઠા કરી જેનાથી કરોડો શ્રદ્ધાળુઓની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં અગાઉ 11મા ક્રમે રહેલી દેશની અર્થવ્યવસ્થા આજે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે, એમ જણાવી તેમણે ઉમેર્યું કે, નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકેની ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે અને 2047માં ભારત વિકસિત રાષ્ટ્રનો દરજજો હાંસલ કરશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી.
અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં નરેન્દ્રભાઈએ ગુજરાતમાં 1.25 લાખ આવાસોનું લોકાર્પણ કર્યું. જરૂરિયાતમંદ પરિવારોને ઘરનું ઘર મળવાથી તેમના ચહેરા પર હરખનાં આંસુ અને સ્મિત જોવા મળે છે.
અમદાવાદ મહાનગરપાલિકાની પ્રશંસાં કરતા તેમણે ઉમેર્યું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારને દરેક સુવિધાઓથી સંપન્ન કરવા મહાનગરપાલિકા પ્રયાસરત રહી છે. આજે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રેલવે, ડ્રેનેજ, તળાવ, કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી અને આવાસ જેવા અનેક પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે.
જનસુખાકારીનાં આ કાર્યો બદલ અમદાવાદના બંને સાંસદો વતી અને ગાંધીનગર લોકસભા વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે તેમણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જયંતી નિમિત્તે તેમનું સ્મરણ કરતા અમિતભાઈ શાહે ઉમેર્યું કે, વેદોના જ્ઞાન પરથી ધૂળ ખંખેરી પુનઃસ્થાપિત કરવા તથા વ્યસનમુક્તિ, રાષ્ટ્રભક્તિ, માતૃભાષા પ્રત્યે જાગૃતિનું ભગીરથ કાર્ય મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સમારોહ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ થલતેજ ખાતે નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્ર, વાડજ રામાપીરના ટેકરા ખાતે EWS આવાસ, વાડજ ખાતે નવનિર્મિત શાળા નં-1નું લોકાર્પણ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ મહાનગરપાલિકાના કુલ 1950 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે 9250 આવાસનો ડ્રો, 891 કરોડના ખર્ચે 43 પ્રજાલક્ષી કાર્યોનું ઈ- લોકાર્પણ, 1059 કરોડના ખર્ચે 26 પ્રજાલક્ષી કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આજના પ્રસંગે સાંસદ સર્વે ડૉ. કિરીટ સોલંકી, હસમુખ પટેલ, નરહરિ અમીન તથા ધારાસભ્ય સર્વે અમુલ ભટ્ટ, અમિત ઠાકર, કૌશિક જૈન, જીતુભાઇ પટેલ, હર્ષદભાઈ પટેલ, પાયલ કુકરાણી, દર્શનાબહેન વાઘેલા તથા અમદાવાદ શહેર મેયર પ્રતિભા જૈન, ડે.મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને સ્થાનિક કાઉન્સિલરો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
