અમદાવાદ: 'હમ સબકી પરવા ક્યો કરે' ભાજપના નેતાએ કોરોનાની પરવા કર્યા વગર કર્યો ડાંસ
દેશભરમાં કોરોનાના વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ભાજપના નેતાઓનો ડાંસ કરતો વીડિયો સામે આવ્યો છે. અમદાવાદના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં પ્રશિક્ષણ વર્ગ અધવચ્ચે બંધ કરવાનું ઉપરથી ફરમાન બાદ ભાજપના કાર્યકરોએ ડાન્સ કરી સેલિબ્
દેશભરમાં કોરોનાના વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ભાજપના નેતાઓનો ડાંસ કરતો વીડિયો સામે આવ્યો છે. અમદાવાદના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં પ્રશિક્ષણ વર્ગ અધવચ્ચે બંધ કરવાનું ઉપરથી ફરમાન બાદ ભાજપના કાર્યકરોએ ડાન્સ કરી સેલિબ્રેશન શરૂ કર્યું હતું. શહેર ભાજપ મહામંત્રી કૌશિક જૈન, અમદાવાદ પશ્ચિમના હોમગાર્ડ જિલ્લા કમાન્ડર જબ્બારસિંહ શેખાવત, દરિયાપુરના વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કેટલાક કોર્પોરેટર તેમજ દરિયાપુર વોર્ડની ચૂંટણી લડેલા કેટલાક ઉમેદવારો, મહિલા નેતાઓ જોડાયા હતા.

આ પ્રશિક્ષણ વર્ગમાં અમદાવાદ શહેર ભાજપ મહામંત્રી કૌશિક જૈન, અમદાવાદ પશ્ચિમના હોમગાર્ડ જિલ્લા કમાન્ડર જબ્બારસિંહ શેખાવત, દરિયાપુરના વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કેટલાક કોર્પોરેટર તેમજ દરિયાપુર વોર્ડની ચૂંટણી લડેલા કેટલાક ઉમેદવારો, મહિલા નેતાઓ જોડાયા હતા. દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપનો પ્રશિક્ષણ વર્ગ અધવચ્ચેથી જ ઉપરની સૂચનાને કારણે અટકાવી દેવાયો હતો.
આ વર્ગ મોકૂફ રહેતાં ખુશખુશાલ થયેલાં ભાજપના શહેર ભાજપ મહામંત્રી કૌશિક જૈન સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ ડાન્સ કર્યો હતો. ભાજપના નેતાઓ હમ સબકી પરવાહ કરે ક્યું, દમ મારો દમ જેવા ગીપ ઉપર નાચ્યા હતા. ડાન્સ દરમ્યાન ભાજપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટંસ ભૂલ્યા હતા.












Click it and Unblock the Notifications
