Ahmedabad: અદાલતની કાર્યવાહી દરમિયાન નહીં થાય ગુજરાતી ભાષાનો ઉપયોગ
Ahmedabad: સુપ્રીમ કોર્ટ દ્વારા મંગળવારના રોજ અદાલતની કાર્યવાહીમાં વધારાની ભાષાના રૂપમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા માટેની અરજીને રદ્દ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવાની સૂચનાની માંગ કરવામાં આવી હતી. આ અરજી રોહિત જયંતિલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

ન્યાયાધીશ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેચે ગુજરાત હાઈકોર્ટના ઓગસ્ટ, 2023ના આદેશને યથાવત રાખ્યો હતો અને જણાવ્યું હતું કે, તે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવા ઈચ્છતા નથી.
રોહિત જયંતિલાલ પટેલે કરી હતી અરજી - અત્રે નોંધનીય છે કે, હાઈકોર્ટના 22 ઓગસ્ટના આદેશ સામે રોહિત જયંતિલાલ પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. 22 ઓગસ્ટના રોજ થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે આ અરજીને ખોટી માન્યતા ગણાવીને ફગાવી દીધી હતી.












Click it and Unblock the Notifications
