Ahmedabad : અમદાવાદના શાહીબાગમાં સગીરા સાથે ગેંગરેપ, કેફી પીણું પીવડાવી દુષ્કર્મ
Ahmedabad : અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે.
અહેવાલો અનુસાર, સગીરાના પાડોશમાં રહેતા ચાર યુવકોએ આ ઘૃણાસ્પદ કૃત્યને અંજામ આપ્યો હતો. નરાધમોએ પહેલા સગીરાને કેફી પીણું પીવડાવ્યું હતું, જેના કારણે તે ભાન ગુમાવી બેઠી હતી. ત્યાર બાદ આ ચારેય યુવકોએ મળીને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાહીબાગ પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સંવેદનશીલ કેસમાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
