For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ મહિલાએ ચા બનાવવાની ના પાડતાં પતિએ પિટાઈ કરી, પ્રાઈવેટ પાર્ટમાં ચટણી ભરી દીધી

અમદાવાદઃ મહિલાએ ચા બનાવવાની ના પાડતાં પતિએ પિટાઈ કરી, પ્રાઈવેટ પાર્ટમાં ચટણી ભરી દીધી

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં હિન્દુ પરિવારો શીતળા સાતમના દિવસે ઘરે ચુલ્હો નથી સળગાવતા અને રાંધણ છઠ્ઠના દિવસે રાંધેલું ટાઢું ભોજન કરે છે, પરંતુ આ પરંપરાને કારણે અમદાવાદમાં એક મહિલા પર અત્યાચાર થયા, જ્યાં એક પતિએ પોતાની પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં મરચાં પાઉડર ભરી દીધો. પત્નીએ ચા બનાવવાની ના પાડતાં પતિએ આવું ઝઘન્ય કૃત્ય કર્યું. મામલો સાબરમતી વિસ્તારનો છે. પોલીસે આરોપી પતિ અને મહિલાના સાસુ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.

ચા બનાવવાની ના પાડતાં ઝઘડો થયો

ચા બનાવવાની ના પાડતાં ઝઘડો થયો

પોલીસે જણાવ્યા મુજબ પીડિતાના સાસુએ તેને ચા બનાવવા કહ્યું. પરંતુ તેણે આજનો દિવસ ચુલો નહિ પ્રગટાવે કહીને ચા બનાવવાની ના પાડી દીધી. આ વાતને લઈ તેની સાસુ સાથે તેનો ઝઘડો થઈ ગયો. આ દરમિયાન પતિએ તેને માર માર્યો.

પતિએ મહિલાની ધોલાઈ કરી

પતિએ મહિલાની ધોલાઈ કરી

મહિલાએ જણાવ્યું કે પિટાઈ બાદ તેણે કહ્યું તે ઘરમાં ચા નહિ બનાવે, બહારથી ચા લાવીને તેમને આપી દઈશ. તે ઘરની બહાર નીકળી તો તેના પતિ અને સાસુએ તેનો પીછો કર્યો. તે પોલીસ સ્ટેશન તરફ જવા વળી તો તે લોકોએ પાછળથી તેના પર પથ્થર ફેંક્યા અને ખેંચીને પાછા ઘરે લઈ આવ્યા.

પોલીસે કાર્યવાહી હાથ ધરી

પોલીસે કાર્યવાહી હાથ ધરી

મહિલાએ આરોપ લગાવ્યો કે તેના પતિએ તેને ડંડાથી મારી, આરોપી પતી એટલેથી જ ના અટક્યો, તેણે મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લાલ મરચાનો પાવડર ભરી દીધો અને પછી તેની પિટાઈ કરવી શરી કરી દીધી. તે દિવસ તે દર્દથી તડપતી રહી. બીજા દિવસે તેણે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી. પોલસે મહિલાની ફરિયાદ પર પતિ અને સાસુ સામે કેસ નોંધી તપાસ શરૂ કરી.

વન રક્ષકોની ચીમકી- માંગણી નહિ સ્વિકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો થશેવન રક્ષકોની ચીમકી- માંગણી નહિ સ્વિકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો થશે

English summary
Ahmedabad: Woman beaten by husband for refusing to make tea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X