શિયાળાની શરૂઆતમાં જ આવશે કમોસમી માવઠુ? આગાહીકાર અંબાલાલ પટેલે કરી આગાહી
Ambalal Patel Predication: રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લીધી છે અને ધીમે ધીમે શિયાળાનું આગમન થઈ રહ્યું છે. રાજ્યમાં ધીમેધીમે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે ત્યારે હવે હવામાન અંગેની આગહી કરતા આગાહીકાર અંબાલાલ પટેલે વધુ એક વખત મહત્વની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 10 નવેમ્બર દરમ્યાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે. આ ડિપ ડિપ્રેશનને કારણે વાવાઝોડાની શક્યતા પણ છે. આ વાવાઝોડાને કારણે ઠંડીમાં પણ વધારો થઈ શકે છે.22 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.
ઉપસાગરમાં આવશે વાવાઝોડુ
વધુમાં અંબાલાલ પટેલે શિયાળા અને વાવાઝોડા અંગેની માહિતી આપતા જણાવ્યુ હતુ કે, 19થી 22 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે, જેની સીધી અસર ગુજરાત પર દેખાઈ શકે છે. આગાહી પ્રમાણે ગુજરાતમાં પણ વાવાઝોડાને કારણે વરસાદ થઈ શકે છે. વાવાઝોડા બાદ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

આ સમય વાવણી માટે યોગ્ય
આ વાવાઝાડ અંગેની વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે, 13-14 નવેમ્બરથી આ વાવાઝોડાની હલચલ શરૂ થશે અને ત્યારબાદ 17-18 નવેમ્બર સુધીમાં ગુજરાતમાં પશ્ચિમિ વિક્ષેપને કારણે ઠંડીના ચમકારામાં થશે. ત્યારે આ સ્થિતિમાં 15 નવેમ્બરથી રવીપાર માટે વાવણી કરવી યોગ્ય રહેશએ અને આ વાતાવરણ રવી પાક માટે ઉત્તમ રહેશે.












Click it and Unblock the Notifications
