For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AMCએ વધુ 10 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા, જાણો યાદી

AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ના આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારના રોજ 10 નવા માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ : AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ના આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારના રોજ 10 નવા માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. નવેમ્બરથી માઇક્રો-કન્ટેનમેન્ટની પ્રેક્ટિસ ફરી શરૂ થયા બાદ એક દિવસમાં જાહેર કરાયેલા કન્ટેન્ટ ઝોનની આ સૌથી વધુ સંખ્યા છે.

corona

નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં 605 રહેવાસીઓ સાથે 164 ઘરોનો સમાવેશ થાય છે. આ કન્ટેઈનમેન્ટ ઝોનમાં સેટેલાઈટ, વસ્ત્રાપુર, જોધપુર, મકરબા, પ્રેરણાતીર્થ, સોલા, નવરંગપુરા, નારણપુરા અને ચાંદખેડામાં આવેલી મકાનોનો સમાવેશ થાય છે.

સોલામાં સાયન્સ સિટી રોડ પર આવેલી રહેણાંક સોસાયટીના ચાર બ્લોકમાં 262 રહેવાસીઓ ધરાવતા 75 જેટલા ઘરોને માઇક્રો-કન્ટેનમેન્ટ હેઠળ લાવવામાં આવ્યા હતા.

જ્યારે મકરબામાં રહેણાંક સોસાયટીમાં 118 રહેવાસીઓ સાથેના 28 મકાનોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ લાવવામાં આવ્યા હતા. વસ્ત્રાપુરમાં રહેણાંક સોસાયટીના ત્રણ બ્લોકમાં 114 રહેવાસીઓ સાથેના 36 જેટલા મકાનો માઈક્રો કન્ટેન્ટેડ હતા.

AMCએ મે ના છેલ્લા સપ્તાહમાં બિલ્ડીંગ્સને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવાની પ્રથા બંધ કરી દીધી હતી. જો કે, ગુજરાત અને અમદાવાદમાં કોવિડ 19 કેસમાં વધારો થવાના વલણને કારણે નવેમ્બરથી આ પ્રથા ફરી શરૂ કરવામાં આવી છે.

English summary
AMC declared 10 more micro containment zones, see list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X