For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાનગી સ્થળોએ વૃક્ષારોપણ કરી આપવા મ્યુનિ.ની નવી પહેલ, પ્લાન્ટેશન ઓન ડીમાન્ડ અંતર્ગત AMC- સેવા નામની એપ લોન્ચ

સમગ્ર વિશ્વમાં 5 જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પર્યાવરણ દિવસ મનાવવાનો હેતુ લોકોને પર્યાવરણના જતન અને સુરક્ષા માટે જાગૃત કરવાનો છે. પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યભરમાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોનુ

|
Google Oneindia Gujarati News

સમગ્ર વિશ્વમાં 5 જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પર્યાવરણ દિવસ મનાવવાનો હેતુ લોકોને પર્યાવરણના જતન અને સુરક્ષા માટે જાગૃત કરવાનો છે. પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યભરમાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે.

AMC

વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવી પહેલ કરી છે. AMCએ ખાનગી સ્થળોમાં વૃક્ષારોપણ કરી આપવા પ્લાંટેશન ઓન ડીમાંડ અંતર્ગત AMC - સેવા નામની એપ્લિકેશન લોંચ કરી છે. એએણસીએ શહેરનુ ગ્રીન કવર 15 ટકા સુધી લઇ જવા માટે આ કાર્યક્રમની શરૂઆત કરી છે. શહેરીજનો પોતાના ઘરે, સોસાયટી, ઓફીસ કે સંસ્થાની જગ્યામાં વૃક્ષારોપણ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. મ્યુનિસિપલ કમિશ્નરે વૃક્ષારોપણ માટે રજિસ્ટ્રેશન માટે 05 જુનથી લઇ 30 સપ્ટેમ્બર સુધીનો રાખ્યો છે. આ સમયગાળા દરમિયાન આ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરાવી વૃક્ષારોપણ કરાવી શકે છે. મ્યુનિ. કમિશ્નરના જણાવ્યા અનુસાર આ વૃક્ષારોપણ મ્યુનિ તરફથી એકદમ ફ્રીમાંમ કરી આપવામાં આવશે.
આ રીતે કરો રજિસ્ટ્રેશન

  • AMC - સેવા મોબાઇલ એપ ડાઉનલોડ કરો
  • પ્લાંટેશન ઓન ડીમાન્ડ કેટગરીમાં જઇ પ્લાંટની જાત નક્કી કરો
  • વૃક્ષારોપણનું સ્થળ એન્ટર કરો
  • એએસસી દ્વારા મેસેજથી રજિસ્ટ્રેશન પૂર્ણ થશેૉ
English summary
AMC: Launch of an app called AMC-Service under Plantation on Demand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X