Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શરૂ થઈ વધુ એક અમદાવાદ જયપુર ફ્લાઈટ, જાણો ભાડું અને ટાઈમટેબલ

Ahmedabad Jaipur flight: ગુજરાતીઓ માટે ફરવા જવા માટે રાજસ્થાન સૌથી ફેવરીટ ડેસ્ટીનેશન છે. જેમાં ઓછા બજેટમાં અને ઓછા સમયમાં ફરવા જઈ શકાય છે. શિયાળામાં ફરવા જવા માટે લોકો ઓછી રજામાં વધુ સ્થળો ફરવા માટે ફ્લાઈટમાં મુસાફરી કરતા હોય છે.

આવા મુસાફરો માટે સ્પાઈસ જેટ એરલાઈન્સ દ્વારા અમદાવાદથી જયપુર જતા લોકો માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરી છે.

સ્પાઇસજેટ દ્વારા શુક્રવારે અમદાવાદથી જયપુરની નવી ફ્લાઇટ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે વારાણસી સુધી ચાલુ રહેશે.

સ્પાઈસ જેટ એરલાઈન્સના શિયાળાના સમયપત્રકના ભાગરૂપે, એરલાઈને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) થી જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી ફ્લાઇટ SG 2957 શરૂ કરી છે. આ ફ્લાઈટ દરરોજ ઓપરેટ થશે.

Ahmedabad Jaipur flight

રવિવારથી શુક્રવાર સુધી, ફ્લાઇટ SVPI થી રાત્રે 9:25 કલાકે ઉપડશે અને 11:05 કલાકે જયપુર ઉતરશે. શનિવારે ફ્લાઇટ અમદાવાદથી રાત્રે 8:20 કલાકે ઉપડશે અને 9:25 કલાકે જયપુર પહોંચશે.

રીટર્ન ફ્લાઈટ વિશે વાત કરવામાં આવે તો, SG 2972, પણ દરરોજ ઓપરેટ કરશે, જે જયપુરથી સાંજે 5:05 કલાકે ઉપડશે અને SVPI ખાતે સાંજે 6:26 કલાકે લેન્ડ કરશે.

સ્પાઈસ જેટ એરલાઈન્સે અમૃતસરથી અમદાવાદ વાયા જયપુરની કનેક્ટિંગ ડેઈલી ફ્લાઈટ પણ શરૂ કરી છે. આ ફ્લાઇટ અમૃતસરથી બપોરે 3:15 કલાકે ઉપડે છે, અને અમદાવાદમાં 6:25 કલાકે લેન્ડ કરે છે. જેમાં આ ફ્લાઇટ જયપુરમાં અડધો કલાક લેઓવર હશે.

અમદાવાદથી જયપુર જવા માટે સ્પાઈસ જેટની ફ્લાઈટનું ભાડું 4823 રૂપિયા છે. જેમાં વધારાના ચાર્જ અને ટેક્સ ચુકવવા પડી શકે છે. તમે વહેલા બુકિંગ કરવાથી આ ભાડામાં ઘટાડાનો લાભ લઈ શકો છો.

આ સાથે જયપુરથી અમદાવાદ માટે રિટર્ન ફ્લાઈટનું ભાડું 4835 રૂપિયા જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ભાડામાં સમય પ્રમાણે ફેરફાર થતા રહે છે. મુસાફરોને ઓછા ભાડામાં મુસાફરી કરવા માટે વહેલા બુકિંગ કરાવવાની સલાહ આપવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X