સાત્વિક આહારથી કોરોનાવાયરસને માત આપીઃ ભાવના જેઠવા
સાત્વિક આહારથી કોરોનાવાયરસને માત આપીઃ ભાવના જેઠવા
હું ભાવના જેઠવા, અહીં મારી કોરોના સામેની લડાઈની કહાની જણાવી રહી છું. 14 એપ્રિલે મારા 17 વર્ષના પુત્ર (દ્રવ્ય જેઠવા)નો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, 2 દિવસ બાદ તેનો કોરોના રિપોર્ટ આવવાનો હતો. દીકરાનો રિપોર્ટ આવ્યો ત્યાં સુધી મને અને મારા પતિને પણ કોરોના લક્ષણ દેખાવા લાગ્યા. જે બાદ અમે કોરોનાની સારવાર શરૂ કરી.

આ દરમિયાન મે અને મારા દીકરાએ પાંચ દિવસ વાળી બેસિક ટ્રીટમેન્ટ લીધી હતી. પતિના ફેફસામાં ઈન્ફેક્શન હતું માટે તેમને સાજા થવામાં થોડો વધુ સમય લાગ્યો. ડૉક્ટરની સલાહ મુજબ આપેલી દવાઓ ઉપરાંત યોગા અને શરીર સફાઈ ક્રિયાએ અમને કોરોનાને માત આપવામાં મદદ કરી. સાત્વિક આહારના કારણે અમે વહેલા સાજા થયા.
જો તમને કે તમારા સગા સંબંધીઓમાં કોઈને કોરોનાવાયરસ થયો હોય અને કોરોનાને માત આપી ચૂક્યા હોવ તો [email protected] પર તમારી સ્ટોરી લખીને મોકલો. અમે તમારી સ્ટોરી અમારા પ્લેટફોર્મ પર પબ્લિશ કરશું.












Click it and Unblock the Notifications
