17 ફેબ્રુઆરીએ રાજ્યના તમામ CNG પંપ ત્રણ કલાક માટે બંધ, જાણો સમય
ફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદઃ ફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 1 જુલાઈ, 2019માં ઓઈલ કંપની અને ડીલર્સ વચ્ચે માર્જિન વધારવા માટે નક્કી કરવામાં આવ્યુ હતુ પરંતુ 30 મહિના વીતિ ગયા છતાં ઓઈલ કંપની દ્વારા માર્જિન વધારવામાં આવ્યુ નથી. ઘણી વાર રજૂઆતો કરવા છતાં કોઈ સમાધાન ન થતા ફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા રાજ્યના તમામ 1200 સીએનજી પંપ પર 17 ફેબ્રુઆરીના રોજ બપોરે 1થી 3 સીએનજી ગેસ વેચાણ બંધ રાખવામાં આવશે.

ડીલર્સની માંગ છે કે માર્જિનમાં વધારો થાય કે નહિ પરંતુ 17 ફેબ્રુઆરીના સીએનજીનુ વેચાણ 1થી 3 વાગ્યા સુધી બંધ રહેવાના કારણે સીએનજી વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાશે. ઈમરજન્સી કામ માટે બહાર નીકળતા લોકોને મુશ્કેલી થઈ શકે છે. ફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરે જણાવ્યુ કે સીએનજી ડીલર માર્જિન 1 જુલાઈ,, 2019થી વધારવાનુ નક્કી કર્યુ હતુ જેને 30 મહિના થવા છતાં ડીલર માર્જિનમાં કોઈ વધારો થયો નથી.
તેમણે જણાવ્યુ કે અત્યારે 1.70 પૈસા માર્જિન મળે છે અને 2.50 પૈસા માર્જિન વધારવા માટેની માંગ કરવામાં આવી છે પરંતુ ઓઈલ કંપનીને અનેક વખત રજૂઆત કરવા છતાં માર્જિનમાં વધારો કરવામાં આવ્યો નથી. માટે 17 ફેબ્રુઆરી, 2022ના રોજ બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી સીએનજીનુ વેચાણ ગુજરાતના 1200 સીએનજી પંપ પર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ ફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે કે ગ્રાહકોને તકલીફ પડશે તેમની તમામ જવાબદારી ઓઈલ કંપનીની રહેશે.












Click it and Unblock the Notifications
