ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક

મટીરિયોલોજિકલ સેન્ટર અમદાવાદ દ્વારા ગુજરાત, દીવ-દમણ અને દાદરાનગર હવેલી માટે ૨૩ અને ૨૪ જાન્યુઆરીએ બે દિવસ કોલ્ડવેવની આગાહી કરાઈ છે.

નવી દિલ્હી : હાલ ઉત્તર-પશ્ચિમ ભારે શિયાળો જામ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પારો 10 ડિગ્રી નીચે ઉતરી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. મટીરિયોલોજિકલ સેન્ટર અમદાવાદ દ્વારા ગુજરાત, દીવ-દમણ અને દાદરાનગર હવેલી માટે ૨૩ અને ૨૪ જાન્યુઆરીએ બે દિવસ કોલ્ડવેવની આગાહી કરાઈ છે.

cold wave

આ આગાહીને લઈને અમદાવાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, તમામ પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, મામલતદારો તથા જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીને સાવચેતીના પગલાં લેવા અને અસરકર્તાઓને જરૂરી જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે, સાથોસાથ ત્યારબાદના ચાર દિવસો દરમિયાન પણ તાપમાન નીચું રહેવા તથા ઠંડા પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોલ્ડવેવની સંભાવનાઓને પગલે લોકોએ કેટલીક તકેદારી રાખવાની અપીલ કરી છે. સાથોસાથ માર્ગદર્શિકા જાહેર કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X