Ganesh Visarajan 2025 : ગણેશ વિસર્જનના દિવસે અમદાવાદના આ રસ્તા બંધ રહેશે

Ganesh Visarajan 2025 : ગણેશ વિસર્જનના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરમાં કેટલાક રસ્તાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.

આ નિર્ણય ગણેશ ભક્તોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે. વિસર્જનના દિવસે બપોરના 1 વાગ્યાથી અમદાવાદના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર બંધ રહેશે.

Ganesh Visarajan 2025

કયા રસ્તાઓ બંધ રહેશે?

  • સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ, બંને તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
  • શહેરના કોટ વિસ્તારમાં જમાલપુર, લાલ દરવાજા, ખમાસા, ઘીકાંટા, મિરઝાપુર અને દિલ્હી દરવાજા તરફના રસ્તાઓ બંધ રહેશે.
  • પાલડીથી ગીતા મંદિર, કાલુપુર રેલવે સ્ટેશન અને ખમાસાથી એલિસબ્રિજ તરફના રસ્તાઓ પર પણ વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.
  • ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડથી જમાલપુર બ્રિજ અને સારંગપુરથી કાલુપુર તરફનો માર્ગ પણ બંધ રહેશે.
  • રખિયાલ ચાર રસ્તાથી સરસપુર આઈટીઆઈ અને ગુરુદ્વારા તરફનો રસ્તો પણ બંધ રહેશે.

શહેરના નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસે વૈકલ્પિક માર્ગોની પણ વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત AMTS બસ સેવાના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી મુસાફરોને બિનજરૂરી રાહ ન જોવી પડે. નાગરિકોને અપીલ છે કે તેઓ ઘરેથી નીકળતા પહેલા વૈકલ્પિક રસ્તાઓ વિશે માહિતી મેળવી લે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X