For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GTUની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી ઓફલાઈન લેવાશે, ઓનલાઈન માટેનો વિકલ્પ નહિ

જીટીયુ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી વિન્ટર સેમેસ્ટરની પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના વાયરસની ત્રીજી લહેરના કારણે જીટીયુ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી વિન્ટર સેમેસ્ટરની પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ 15મી ફેબ્રુઆરીથી ડિગ્રી અને ડિપ્લોમાં એન્જિનિયરીંગ સેમેસ્ટર 3ની તેમજ એમઈએમ ફાર્મ સેમેસ્ટર 3ની પરીક્ષાઓ લેવામાં આવશે જે ઓફલાઈન મોડમાં જ લેવામાં આવશે.

gtu

જીટીયુ દ્વારા 20મી જાન્યુઆરીથી ડિગ્રી એન્જિયરિંગ અને ડિપ્લોમાં એન્જિયરીંગના સેમેસ્ટર 3ની પરીક્ષાઓ ઓફલાઈન લેવાનુ જાહેર કરવામાં આવ્યુ હતુ પરંતુ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કોરોના વાયરસના કેસો વધતા અને કોરોનાની ત્રીજી લહેર શરુ થતા જીટીયુ દ્વારા પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો ઘટ્યા છે. વળી, સરકારે ધોરણ 1થી 9ની સ્કૂલો પણ ઓફલાઈન શિક્ષણ માટે 7મીથી શરુ કરવાની મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે પણ સ્કૂલો ખોલવાની મંજૂરી આપી દીધી છે.

જીટીયુ દ્વારા 15 ફેબ્રુઆરીથી અગાઉની મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાઓ શરુ કરી દેવામાં આવશે. પ્રથમ તબક્કામાં ડિગ્રી અને ડિપ્લોમાં એન્જિનિયરીંગ સેમેસ્ટર-3ની પરીક્ષા તેમજ એમઈ અને એમ ફાર્મ સેમેસ્ટર-3ની પરીક્ષાઓ લેવાશે અને ત્યારબાદ બીજા તબક્કામાં યુપી-પીજી સેમેસ્ટર-1ની પરીક્ષાઓ લેવાશે. હવે જીટીયુ દ્વારા તમામ પરીક્ષાઓ ઓફલાઈન જ લેવામાં આવશે. જીટીયુ દ્વારા ઓનલાઈન વિકલ્પની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારની છેલ્લી ગાઈડલાઈન મુજબ પ્રવેશ પરીક્ષા, ભરતી પરીક્ષા લેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. 13મી ઓ ગૌણ સેવાની પણ પરીક્ષા લેવાનાર છે જેમાં લાખો ઉમેદવારો ઓફલાઈન પરીક્ષા આપનાર છે.

English summary
GTU exam dates declared, exam will be starts from 15th February in offline mode.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X