For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GTUના વિદ્યાર્થીઓના ડેટા લીક, એફઆઈઆર નોંધાઈ

GTUના વિદ્યાર્થીઓના ડેટા લીક, એફઆઈઆર નોંધાઈ

|
Google Oneindia Gujarati News

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી (GTU)ના રજિસ્ટ્રારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માં એફઆઇઆર નોંધાવી છે. પોતાની એફઆઇઆરમાં તેમણે વિદ્યાર્થીઓના દસ્તાવેજોની ચોરી થઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અંતર્ગત નોંધવામાં આવેલી આ ફરિયાદમાં તેમણે જણાવ્યું કે ડેટા લીક થયા હોવાની માહિતી તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી જ મળી હતી.

જીટીયુના રજિસ્ટ્રાર એ એફઆઇઆર નોંધાવી

જીટીયુના રજિસ્ટ્રાર એ એફઆઇઆર નોંધાવી

જીટીયૂના રજિસ્ટ્રાર કાનજી ખેરે ઉલ્લેખ કર્યો કે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી એ ત્રણ વિકલ્પ આપ્યા હતા, ઓનલાઇન પરીક્ષા નો, રૂબરૂ પરીક્ષા નો અથવા તો જ્યારે બધું જ સામાન્ય થઈ જાય ત્યારે પરીક્ષા નો.યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને જીટીયૂની વેબસાઇટ પર કોઈ એક વિકલ્પ સબમિટ કરી પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરવા કહેવામાં આવ્યું હતું.

મોક ટેસ્ટ દરમિયાન 29 જુલાઈએ ડેટાની ચોરી થઇ

મોક ટેસ્ટ દરમિયાન 29 જુલાઈએ ડેટાની ચોરી થઇ

એફઆઇઆરમાં આગળ નોંધવામાં આવ્યું કે યુનિવર્સિટીએ 28 જુલાઇએ મોક ટેસ્ટ લીધી હતી જેમાં ઘણા વિદ્યાર્થીઓ ગેરહાજર હોવાના કારણે, લોગઇન ના કરી શક્યા હોવાના કારણે અથવા તો લોગઇન કર્યું હોવા છતાં ટેસ્ટ સબમિટ નહોતા કરી શક્યા. 29 જુલાઈએ ફરી 1900 વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ યોજવામાં આવી જેમાંથી 1275 વિદ્યાર્થીઓએ આ ટેસ્ટમાં ભાગ લીધો.

આ મામલે તપાસ હાથ ધરવામાં આવી

આ મામલે તપાસ હાથ ધરવામાં આવી

30 જુલાઇએ યુનિવર્સિટીને માલૂમ પડ્યું કે અમુક વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને ફોટોગ્રાફ લીક થઇ ચૂક્યા છે. આ મામલે યુનિવર્સિટીએ તપાસ હાથ ધરતા માલૂમ પડ્યું કે 29 જુલાઇએ ટેસ્ટ લેવાઈ એ દરમિયાન ડેટા લીક થયા હતા. જે બાદ યુનિવર્સિટીએ સીટી ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધ્યો અને અજાણ્યા શખ્સ સામે ડેટા ચોરીની ફરિયાદ નોંધાવી.

સરહદની સુરક્ષા કરી રહેલા જવાનો માટે ગુજરાતી બહેનોએ 21000 રાખડી મોકલાવીસરહદની સુરક્ષા કરી રહેલા જવાનો માટે ગુજરાતી બહેનોએ 21000 રાખડી મોકલાવી

English summary
GTU Student's data was stolen on 29th july during mock test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X