For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ મહિલાના ગર્ભાશયના બદલે આંતરડા પર થયો શિશુનો ઉછેર, ડૉક્ટરોએ કરાવી સેફ ડિલીવરી

ગુજરાતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એબ્ડૉમિનલ પ્રેગ્નેન્સીનો અનોખો કેસ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એબ્ડૉમિનલ પ્રેગ્નેન્સીનો અનોખો કેસ સામે આવ્યો છે. અહીં સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ એક એવા બાળકનો સુરક્ષિત જન્મ કરાવ્યો જે પોતાની માના ગર્ભાશયના બદલે આંતરડા પર ઉછરી રહ્યો હતો. ગર્ભમાં સામાન્ય રીતે વિકસિત થવાના બદલે તે પેટમાં મોટા આંતરડા પર વિકસિત થતુ રહ્યુ આ મહિલાના પ્રેગ્નેન્ટ થયાના સાત મહિના બાદ મહિલાને જ્યારે દુઃખાવો થયો ત્યારે તેનુ સિઝેરિયન ઑપરેશન કરવામાં આવ્યુ. બાળકના જન્મ બાદ બધાએ રાહતનો શ્વાસ લીધો.

ahmedabad

ડૉક્ટરોએ જણાવ્યુ કે આવો અનોખો કેસ લાખોમાં એક હોય છે. સામાન્ય રીતે અંડાણુ અને શુક્રાણુ બંને અંડવાહિની(ફેલોપિયન ટ્યુબ)માં સાથે મળીને ગર્ભ બનાવે છે. તે 2થી 5 દિવસમાં ગર્ભાશય સુધી પહોંચે છે અને 9 મહિના સુધી બાળકનો વિકાસ થાય છે. પરંતુ આ બાળક સાથે આવુ ન થયુ. આ કેસમાં એવુ થયુ કે સંપૂર્ણ પ્લેસેન્ટા મહિલાના પેટમાં ગર્ભાશયની બહાર આવી ગયુ હતુ અને બાળક પણ ગર્ભાશયની બહાર વિકસિત થતુ રહ્યુ. વળી, ડૉક્ટરોને કોઈ મહિલાના સામાન્ય પ્રસવ (સિઝેરિયન) દરમિયાન 20 મિનિટ લાગે છે પરંતુ આ ઑપરેશનમાં લગભગ 3 કલાકનો સમય લાગ્યો.

સીનિયર ગાયનેકોલોજીસ્ટ ડૉ. તેજસ દવે અને ડૉ. જિજ્ઞા દવેના જણાવ્યા મુજબ ગુજરાતમાં આ રીતનો કેસ આવવા પર હવે કેસ સ્ટડીને મેડિકલ જર્નલમાં મોકલવામાં આવશે. આ કેસની ખાસ વાત એ રહી કે બાળક ગર્ભના બદલે પેટમાં રહીને પણ સુરક્ષિત રહ્યુ કે જે ગર્ભાશયની દિવાલ તોડીને ગર્ભ મોટા આંતરડા સાથે જઈને ચિપકી ગયુ હતુ.

હોસ્પિટલના પ્રસૂતિ વિભાગના મુખ્ય ડૉ.એ યુ મહેતાએ કહ્યુ કે અમારી 30 વર્ષની સેવા દરમિયાન આવો બીજો કેસ જોવા મળ્યો છે. જ્યારે બાળક ગર્ભના બદલે પેટમાં રહીને પણ સુરક્ષિત રહ્યુ હોય. આવુ થવાનુ કારણ જણાવીને ડૉક્ટરે કહ્યુ કે વધુ ગર્ભનિરોધક લેવા કે સંક્રમણથી પણ આવુ થઈ શક છે. આ ઉપરાંત ફેલોપિયન ટ્યુબમાં ટીબીનુ સંક્રમણ કે પેટના નીચેના ભાગમાં સંક્રમણ થવાનુ પણ કારણ હોઈ શકે છે. તો પહેલા ક્યારેય ફેલોપિયન ટ્યુબ સર્જરી કે કોઈ એક્ટોપિક પ્રેગ્નેન્સી થઈ હોય તેની સાથે પણ આવુ થવુ સંભવ છે.

ગેંગસ્ટર સુધરી જાય અથવા ગુજરાત છોડી દેઃ CM વિજય રૂપાણીગેંગસ્ટર સુધરી જાય અથવા ગુજરાત છોડી દેઃ CM વિજય રૂપાણી

English summary
Gujarat: An Infant growing above the intestine instead of uterus of woman, doctors done safe delivery.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X