For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસની ટીમ તૈયાર, GPCCને મળ્યા 75 જનરલ સેક્રેટરી અને 25 વાઈસ પ્રેસિડેન્ટ

રાજ્ય વિધાનસભાની ચૂંટણીના આઠ મહિના પહેલા કોંગ્રેસે ગુરુવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ(GPCC)ની ટીમ તૈયાર કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીના આઠ મહિના પહેલા કોંગ્રેસે ગુરુવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ(GPCC)માં 75 જનરલ સેક્રેટરી, 25 ઉપપ્રમુખો અને 19 જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી. ગુરુવારે મોડી રાતે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી(AICC)ના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ દ્વારા જાહેર કરવામાં આવેલ એક રિલીઝમાં જણાવવામાં આવ્યુ છે કે 124 વ્યક્તિઓને જીપીસીસીના હોદ્દેદારો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

congress

રિલીઝમાં કહેવામાં આવ્યુ છે કે, 'માનનીય કોંગ્રેસ અધ્યક્ષ(સોનિયા ગાંધી)એ તાત્કાલિક અસરથી GPCCના પદાધિકારીઓ અને જિલ્લા પ્રમુખોની નિમણૂકના પ્રસ્તાવોને મંજૂરી આપી છે.' ગુજરાતમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ નિમણૂકોને ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા 'ટીમ કોંગ્રેસ 2022'ની સ્થાપના તરીકે ગણાવી હતી.

જો કે, પક્ષના સૂત્રોએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી કેડરમાં વિશ્વાસ વધારવાના પ્રયાસ રૂપે ભાજપમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા તાજેતરના પક્ષપલટાને પગલે આ નિમણૂકો કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ GPCC પ્રમુખ જગદીશ ઠાકોરને કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચૂંટણી પહેલા સૂચિત નિમણૂકો અને પક્ષમાં તાજેતરના પક્ષપલટા અંગે ચર્ચા કરવા માટે દિલ્લી બોલાવ્યા હતા. નવા નીમાયેલા 25 ઉપપ્રમુખોમાં વડોદરાના પૂર્વ સાંસદ સત્યજીત સિંહ ગાયકવાડ, વાવના ધારાસભ્ય ગનીબેન ઠાકોર, યુથ કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસ અને મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના નામો છે.

વાઈસ પ્રેસિડેન્ટ, જનરલ સેક્રેટરી અને પ્રોટોકલની યાદીમાં 10 મુસ્લિમ નેતાઓ - નાઝીમ ચૌહાણ, ઈમરાન મલેક, નઈમબેગ મિર્ઝા, આદમ ચાકી, મુર્તુઝા ખાન પઠાણ, ઝાકીરહુસેન ચૌહાણ, ગુલાબખાન રૌમા, ઈકબાલ શેખ, સેહનાઝ બાબી અને યુનુસ પટેલનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાંથી પાટીદાર અનામત આંદોલન સમિતિ(PASS)ના પ્રવકતા મનોજ પનારા અને ભૂતપૂર્વ એમએલએ ઈન્દ્રનીલ રાજ્યગુરુ કે જેમણે 2017ની વિધાનસભા ચૂંટણી હાર્યાના અઠવાડિયા પછી કોંગ્રેસ છોડી દીધી હતી તેઓ GPCCના જનરલ સેક્રેટરી તરીકે નિમાયા.

GPCCના પ્રવકતા મનીષ દોશીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, 'આ ચૂંટણીનુ વર્ષ છે તે ધ્યાનમાં રાખીને એક ટીમ બનાવવામાં આવી છે જ્યાં તમામ પદાધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવશે. પાર્ટીમાં બધાને સાથે રાખવા અને પ્રગતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ યાદી પીઢ અને યુવા નેતાઓ, કાર્યકારી વ્યાવસાયિકોની સંતુલિત યાદી છે જેઓ પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલા છે અને જમીની વાસ્તવિકતાઓથી વાકેફ છે.'

English summary
Gujarat Pradesh Congress COmmittee hast got 75 secretary, 25 vice president ahead of Gujarat Assembly Elction 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X